Government Job: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન-કમ ડ્રાઈવરની 117 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને જે મુજબ વર્ગ-3ની ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવવામાં આવી છે. આ માટે 16 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2024 સુધીમાં Ojas વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ADVERTISEMENT
ક્યાંથી અરજી કરવી?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળની ખાતાના વડાની કચેરી નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરમેન-કમ-ડ્રાઇવર,વર્ગ-૩ સંવર્ગની ભરતી માટે નોટિફિકેશન બહાર પડાયું છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in અરજી કરવાની રહેશે.
પગાર ધોરણ અને શૈક્ષણિક લાયકાત
નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ માટે ફાયરમેન-કમ-ડ્રાઈવર 5 વર્ષ માટે 26000 ફિક્સ પગાર મળશે. જ્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયરમેન-કમ-ડ્રાઈવરને 3 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર મળશે. ઉમેદવારી કરનાર ભારતીય નાગરિક હોવો જોઈએ અને ઉંમર 18 વર્ષથી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ. તેમાં કેટેગરી મુજબ છૂટછાટ મળી શકે છે. અરજદારે ધો.12 પાસ કરેલ હોવું જોઈએ. રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિક તાલિમ સંસ્થામાંતી ફાયરમેનનું 6 મહિનાના અભ્યાસક્રમનું સર્ટિફિકેટ હોવું જોઈએ. હેવી મોટર વ્હીકલનું માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું જોઈએ.
ભરતી અંગેનું નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે ફી
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ફાયરમેન-કમ-ડ્રાઈવરની વર્ગ-3ની ભરતી માટે અરજી કરવા માંગા બિન અનામત વર્ગના ઉમેદવારોએ રૂ.500 આપવાના રહેશે. જ્યારે અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ રૂ.400 આપવાના રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા ઉમેદવારોને ફી પરત આપવામાં આવશે.
ADVERTISEMENT