GSEB Supplementary Exam: ધો.10-12ની પૂરક પરીક્ષા અંગે ગુજરાત બોર્ડનો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય

Gujarat Board Supplementary Exam: તાજેતરમાં જ ગુજરાત બોર્ડ દ્વારા ધો.10 અને 12ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે કેટલાક કારણોસર અમુક વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા, તો કેટલાક નાપાસ થયા હતા. એવામાં વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે પૂરક પરીક્ષાનું આયોજન કરાયું છે

board exam

board exam

follow google news

Gujarat Board Supplementary Exam: તાજેતરમાં જ ગુજરાત બોર્ડ દ્વારા ધો.10 અને 12ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે કેટલાક કારણોસર અમુક વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા, તો કેટલાક નાપાસ થયા હતા. એવામાં વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે પૂરક પરીક્ષાનું આયોજન કરાયું છે આ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલું છે અને 22 મે તેની અંતીમ તારીખ હતી. આ વચ્ચે હવે શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેતા ફોર્મ ભરવાની તારીખને ફરીથી લંબાવી છે. હવે 23 મે સુધી ફોર્મ ભરી શકાશે.

ધો.10-12 માટે પૂરક પરીક્ષાના ફોર્મની તારીખ લંબાઈ

ધો.12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે www.gseb.અથવા hscgenpurakreg.gseb.org પરથી ઓનલાઈન અરજી કરી શકશે. જ્યારે ધો.10 માટે www.gseb.org અથવા sscpurakreg.gseb.org પરથી ઓનલાઈન અરજી કરી શકશે. ફી ભરવાની પ્રક્રિયા ફક્ત શાળા દ્વારા જ ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે. આ માટે બંને ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ 23 મે સાંજે 5 વાગ્યા સુધીમાં અરજી કરી શકશે. 

ઓનલાઈન ભરવાના રહેશે ફોર્મ

ધો. 10ના વિદ્યાર્થીઓ 3 વિષય સુધીમાં નાપાસ હોય તો ઓનલાઈન પૂરક પરીક્ષા માટેનું ફોર્મ ભરી શકશે. સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ વિદ્યાર્થી બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કરી શકશે. આવી જ રીતે ધો.11 સાયન્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીએ જો બેઝિક ગણિત સાથે પાસ થયા હોત તો તેઓ સ્ટાન્ડર્ડ ગણિત માટે ઓનલાઈન અરજી શાળામાંથી કરી શકે છે. જ્યારે ધો.12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે બે વિષય સુધીમાં પૂરક પરીક્ષા આપી શકશે. 

    follow whatsapp