GSEB Supplementary Exam: તાજેતરમાં જ ગુજરાત બોર્ડનું ધો.10 અને ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું. જોકે આ વર્ષે પણ કેટલાક વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં એક કે વધુ વિષયોમાં નાપાસ થયા હતા. ત્યારે આવા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે ગુજરાત બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. એવામાં બોર્ડ દ્વારા ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
પૂરક પરીક્ષા ક્યારે શરૂ થશે?
ટાઈમ ટેબલ મુજબ ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા 24 જૂનથી શરૂ થશે અને 6 જુલાઈ સુધીમાં યોજાશે. જેમાં ધો.10ના વિદ્યાર્થીઓ 3 જેટલા વિષય સુધીની પરીક્ષા આપી શકશે અને ધો.12ના વિદ્યાર્થીઓને બે વિષયમાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે.
ધો.10ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ
ધો.12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ
ADVERTISEMENT