Gujarat Board GSEB Supplementary Exam Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત 24 જૂનથી 6 જુલાઈ સુધી ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. હવે તેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા સત્તાવાર વેબસાઈટ પર આ વિદ્યાર્થીઓનું પરિણામ મૂકવામાં આવ્યું છે. ખાસ છે કે સમગ્ર રાજ્યમાંથી ધોરણ 10 અને ધોરણ 12ના 2.38 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી.
ADVERTISEMENT
કેવી રીતે જોઈ શકાશે ધો.10-12નું પરિણામ?
- સૌથી પહેલા GSEBની વેબસાઈટ https://gseb.org/ પર જાઓ.
- આ બાદ GSEB 10th / 12th Repeater Result લિંક પર ક્લિક કરો.
- અહીં આપેલી ફીલ્ડમાં તમારો રોલ નંબર નાખો.
- વિગતો સબમિટ કરો.
- ગુજરાત બોર્ડ 10/12 નું પરિણામ મોબાઈલ સ્ક્રીન પર દેખાશે.
- પરિણામની PDF ડાઉનલોડ કરીને સાચવી રાખો.
પરીક્ષામાં 2.38 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા
શિક્ષણ બોર્ડ દ્વારા 24 જૂનથી ધો. 10, ધો.12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા શરૂ કરાઈ હતી. આ પરીક્ષા માટે 238,030 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ વખતે ધો.10માં વિદ્યાર્થીઓને બે વિષયની જગ્યાએ ત્રણ વિષયની પૂરક પરીક્ષા આપવાની તક મળી હતી. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં એક વિષયના બદલે બે વિષય સુધી પરીક્ષા આપવાની તક મળી હતી.
ADVERTISEMENT