GSEB 10th Result 2024 Topper: પાણીપુરીવાળાની દીકરીએ વગાડ્યો ડંકો, બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા

Gujarat Tak

• 02:13 PM • 11 May 2024

Gujarat Board 10th Result 2024 Topper: ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે.

Gujarat Board 10th Result 2024 Topper

પૂનમની મહેનતનું 'પરિણામ'

follow google news

Gujarat Board 10th Result 2024 Topper: ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. વિદ્યાર્થીઓ લાંબા સમયથી માર્ચ મહિનામાં લેવાયેલી બોર્ડની પરીક્ષાના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વખતે ધોરણ 10 પરિણામ  82.57 ટકા પરિણામ આવ્યું છે.

વડોદરાની પૂનમે વધાર્યું પરિવારનું ગૌરવ

વડોદરા (Vadodara Board Result)માં પાણીપુરીની લારી ચલાવનારની દીકરીએ ધોરણ 10માં શાનદાર પ્રદર્શન કરીને પિતાનું નામ રોશન કર્યું છે. વડોદરાની પૂનમ કુશવાહા (Kushwaha Poonam)એ ધોરણ 10ની પરીક્ષામાં 99.72 પર્સન્ટાઈલ રેન્ક અને 96 ટકા મેળવ્યા છે. ત્યારે આજે અમે આપને પૂનમની સંઘર્ષની કહાની જણાવીશું. 

આ વાંચોઃ GSEB 10th Result 2024 Topper: ધ્રુવ ભટ્ટની માર્કશીટ જોઈને ચોંકી જશો, આને કહેવાય મહેનતનું ફળ

 

ફતેપુરા વિસ્તારમાં રહે છે પૂનમ

વડોદરાના ફતેપુરા વિસ્તારમાં એક રૂમવાળા ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતી અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરતી પૂનમ કુશવાહાએ ધોરણ 10ની પરીક્ષામાં ડંકો વગાડ્યો છે. તેણે 99.72 પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યો છે. 

પિતા ચલાવે છે પાણીપુરીની લારી

પૂનમ કુશવાહાના પિતા પ્રકાશભાઈ કુશવાહા શહેરના ન્યાય મંદિર પાસે પાણીપુરીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પૂનમ કુશવાહાનો એક મધ્યમ વર્ગના પરિવારમાં ઉછેર થયો છે. પિતા પ્રકાશભાઈ પાણીપુરીની લારી ચલાવતા હોવા છતાં તેમણે દીકરીને બધી જ સુવિધા આપી છે. 

આ પણ વાંચોઃ GSEB SSC Result 2024: ઘો. 10 ના પરિણામએ તોડયા રેકોર્ડ પરંતુ આ જિલ્લાનું સૌથી ખરાબ પ્રદર્શન

 

'હું મારી દીકરીને મેડિકલનો અભ્યાસ કરાવીશ'

પ્રકાશભાઈએ જણાવ્યું કે, હું છેલ્લા 25 વર્ષથી પાણીપુરીની લારી ચલાવું છું. પરિવારનું ગુજરાન ચલાવ્યા બાદ જે કઈ પૈસા બચે છે તેનાથી હું મારા બાળકોના અભ્યાસ પાછળ ખર્ચ કરું છું. મારી દીકરી મેડિકલ લાઈનમાં અભ્યાસ કરવા માગે છે અને હું કરાવીશ.

આ પણ વાંચોઃ Gujarat Board 10th result 2024 topper marksheet: ધ્વનિનો ધો. 10 કમાલ, મેળવ્યા 99.28 પર્સેન્ટાઇલ, જુઓ માર્કસશીટ

 

'મારા પિતાએ મારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે'

તો પૂનમે કહ્યું કે, 'હું નારાયણ સ્કૂલમાં અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરું છું, મારા પિતા પાણીપુરીની લારી ચલાવે છે. મારા પિતા પાણીપુરીની લારી ચલાવે છે, છતાં તેમણે મને ક્યારે કોઈ વસ્તુની ના પાડી નથી. મારી બધી ઈચ્છાઓ મારા પિતાએ પૂરી કરી છે. મારા પરિણામનો શ્રેય હું મારા માતા-પિતા અને શિક્ષકોને આપું છું. હું હવે બાયોલોજીનો અભ્યાસ કરી અને ડોક્ટર બનવા માગું છું.'  


 

    follow whatsapp