GSEB 10th Result 2024 Topper: રાજ્યમાં જ્યારથી ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે ત્યારેથી વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહિત માહોલ જોવા મળી રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતમાં ધોરણ 10 નું પરિણામ 82.56 ટકા આવ્યું છે કે છેલ્લા 30 વર્ષનું સૌથી સર્વોચ પરિણામ છે. જો રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો પરિણામ 85.23% જાહેર કરવામાં આવ્યું છે, આ વર્ષે કુલ 36,781 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી 36,675 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2791 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કર્યો છે. એવામાં રાજકોટની એક દીકરીએ સમગ્ર રાજ્યમાં 9 મો નંબર પ્રાપ્ત કરી ડંકો વગાડ્યો છે.
ADVERTISEMENT
GSEB 10th Result 2024 Topper: પાણીપુરીવાળાની દીકરીએ વગાડ્યો ડંકો, બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા
સમગ્ર રાજ્યમાં મેળવ્યો 9 મો નંબર
રાજકોટની P V MODI સ્કૂલમાં અભ્યાસ કરતી ભાલાલા રુત્વાએ 99.91 પર્સન્ટાઇલ મેળવી સમગ્ર રાજ્યમાં 9 મો નંબર મેળવ્યો છે. જો તેમના પરિણામની વાત કરવામાં આવે તો ગણિત અને વિજ્ઞાનમાં 100માંથી 100 પૂરા આવ્યા છે. તેમની આ સફળતાની વાત કરવામાં આવે તો તે શાળા સિવાય 5 થી 6 કલાકનું રોજ વાંચન કરતી અને રેગ્યુલર ક્લાસ ટેસ્ટ આપતી હતી. આ રીતે મહેનત કરીને તેમણે ગુજરાત બોર્ડના પરિણામમાં તેમનું નામ ગુંજવ્યું છે. તેમની આ સફળતાનો શ્રેય તેમના માતા-પિતા અને શિક્ષકોને પણ જાય છે કારણ કે આ તેમના કારણે સંભવ બન્યું એવું તે વિધાર્થીનીનું માનવું છે.
રુત્વાની મહેનત રંગ લાવી
રુત્વાના પરિવાર વિશે વાત કરવામાં આવે તો તે ખૂબ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતા વ્યવસાયે એક પાણીના પ્લાનમાં નોકરી કરે છે અને માતા બિઝનેસ કરે છે. આ રીતે મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતી દીકરીએ બોર્ડના પરિણામ માટે ખૂબ જ મહેનત કરી હતી અને આજે તેની મહેનત રંગ લાવી છે.
ફરી એકવાર છોકરીઓએ બાજી મારી
- 1389 સ્કુલોનું 100 ટકા પરિણામ
- 23247 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો
- વિદ્યાર્થીઓનું પરિણામ 79.12 ટકા
- વિદ્યાર્થિનીઓનું પરિણામ 86.69 ટકા
- છોકરીઓનું પરિણામ 7.57 ટકા વધુ
કયો જિલ્લો સૌથી આગળ?
ગાંધીનગર જિલ્લામાં ધોરણ 10 બોર્ડનું પરિણામ 87.22 ટકા રહ્યું છે, 2023 કરતાં આ આંકડો 20 ટકા જેટલો વધારે છે, ગયા વર્ષે 68.25 ટકા પરિણામ રહ્યું હતું. હવે જો રાજ્યના સૌથી નીચા પરિણામની વાત કરવામાં આવે તો પોરબંદર છે કે જ્યાં 74.57 ટકા પરિણામ રહ્યું છે જો ગયા વર્ષની સરખામણીએ વાત કરવામાં આવે તો પરિણામ વધ્યું છે પરંતુ આ વર્ષે તે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. 2023 માં પોરબંદરનું પરિણામ 59.43 ટકા રહ્યું હતું.
ADVERTISEMENT