Gujarat Board 10th Result 2024 Topper: આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયુ છે. વિદ્યાર્થીઓની મહેનતનું ખૂબ જ સારુ પરિણામ મળ્યું છે. રાજ્યમાં ફરી એકવાર દીકરીએ ડંકો વગાડ્યો છે. વિદ્યાર્થિનીઓનું 86.69 ટકા અને વિદ્યાર્થીઓનું 79.12 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે રાજ્યનું છેલ્લા 30 વર્ષનું સર્વોચ્ચ પરિણામ 82.56 ટકા રહ્યું છે. ત્યારે મૂળ રાજકોટ હાલ અમદાવાદમાં રહેતી એક દીકરીએ ધોરણ 10 બોર્ડમાં ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે. કરેથા આશ્વી કે જે બોપલ પાસે આવેલ શિવ આશિષ સ્કૂલમાં અભ્યાસ કરે છે, આ દીકરીએ ધોરણ 10માં 97.15 PR મેળવી રાજ્યમાં સમગ્ર પરિવારનું નામ રોશન કર્યું છે.
ADVERTISEMENT
સારું પરિણામ મેળવવા શોખ મારવાની જરૂર નથી
આશ્વીની મહેનતથી સફળતા સુધીની વાત કરવામાં આવે તો તે શાળા ઉપરાંત રોજ 4 કલાકથી વધુનું વાંચન કરતી હતી. અભ્યાસ સિવાય તે ડાન્સ અને કરાટે ક્લાસમાં પણ જતી હતી. આ રીતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે શોખની સાથે અભ્યાસમાં સફળતાનું ઉત્તમ ઉદાહરણ બની છે. જેમાં તેમના પિતા અરુણભાઈ અને માતા વર્ષાબેનનો પણ ખૂબ સપોર્ટ રહ્યો છે. સામાન્ય રીતે માતા-પિતાના મનમાં એવી પૂર્વધારણા બંધાયેલી હોય છે બોર્ડ આવે ત્યારે ફક્ત અભ્યાસમાં જ ધ્યાન આપવું જોઈએ બાકી સારું પરિણામ નહીં આવે પરંતુ તે આવું વિચારતા માતા-પિતાને ખોટ સાબિત કરી એક મોટું ઉદાહરણ પૂરું પડ્યું છે. જો આપણે તેમના પરિણામ પર નજર કરીએ તો તેને સૌથી વધુ માર્કસ વિજ્ઞાનમાં આવ્યા છે.
વિજ્ઞાનમાં 100માંથી 97
આશવીએ વિજ્ઞાનમાં 100માંથી 97 માર્કસ મેળવ્યા છે. તેમણે પોતાની સફળતા બાદ તેમના માતા-પિતાનો આભાર માન્યો હતો. આ વર્ષે જે લોકો બોર્ડની પરીક્ષા આપવાના છે તેમના વિશે તેમનું કહેવું છે કે, રોજનું રોજ રિવિઝન અને ક્લાસ ટેસ્ટ આપવી ખૂબ જ જરૂરી છે તેનાથી તમને ખૂબ જ સારું પરિણામ મળશે. આ રીતે જ્યારે બાળક પોતાનું સારું પ્રદર્શન કરે ત્યારે સ્વાભાવિક છે કે માતા-પિતાને ખૂબ જ ખુશી થતી હોય છે. આશવીના માતા-પિતા પણ તેમની દીકરીના આ પ્રદર્શનથી ખૂબ જ ખુશ થયા છે અને આજે સમગ્ર પરિવારમાં ખુશીની લહેર ઉઠી છે.
ADVERTISEMENT