GPSC Recruitment: GPSC માં ફૉર્મ ભરવાના નિયમમાં મોટો બદલાવ! આ એક ભૂલ કરી તો મહિનાઓની મહેનત પર પાણી ફરી વળશે

GPSC Recruitment 2024: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુશ ખબર છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ પોસ્ટ માટે કૂલ 450 જગ્યાઓ ભરવા આજથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

GPSC Recruitment

GPSC Recruitment

follow google news

GPSC Recruitment 2024: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુશ ખબર છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ પોસ્ટ માટે કૂલ 450 જગ્યાઓ ભરવા આજથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. GPSC Recruitment અંતર્ગત લાંબા સમયથી રાહ જોવામાં આવી રહેલી STI (state tax inspector) ની 300 પદ માટેની જાહેરાત કરવામાં આવી છે.  

અરજીની તારીખ: 12/08/2024થી 31/08/2024
કુલ કેટલી જગ્યા: 450 જગ્યાઓ (18 પોસ્ટ)
વેબસાઇટ: https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=

ફૉર્મ ભરવાના નિયમમાં બદલાવ!

હવે ઉમેદવારો માટે એક ખાસ વાત છે કે, જો તમે આ ભરતી માટે અરજી કરી રહ્યા છો તો અમૂક નિયમો જે આ વખતે નવા છે. તેનું ધ્યાન રાખજો બાકી તમારી મહિનાઓની મહેનત પર પાણી ફરી વળશે. GPSC દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં એક ખાસ બદલાવ સામે આવ્યો છે. જે અંતર્ગત હવે ઉમેદવારો જ્યારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરે છે ત્યારે તેને white background ની સાથે નીચે તારીખ સાથે હોય તે રીતનો અપલોડ કરવાનો રહેશે અને મહત્વની વાત કે આ ફોટોની નીચે તારીખ એક વર્ષ પહેલાની હોવી જોઈએ નહીં. તમામ ઉમેદવારોએ આ વાતનું ચોક્કસથી ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે અગાઉ તમારો તારીખ વગરનો ફોટો પણ ચાલતો હતો પણ આ વખતથી ફોટો અપલોડિંગ માટેનો આ નિયમ ધ્યાને રાખવાનો રહેશે.

 

વાંચો સંપૂર્ણ નોટિફિકેશન: https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/GPSC_202425_28.pdf

ફોર્મ કોણ ભરી શકશે?

(1) કોઈ પણ ક્ષેત્રમાં GRADUATE
(2) વયમર્યાદા: 20 વર્ષ 
(3) કોલેજના છેલ્લા વર્ષમાં હોય તે વિદ્યાર્થી. પણ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરતી વખતે ડિગ્રી સર્ટીફીકેટ હોવું જોઈએ. 

શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે કૂલ 450 જગ્યાઓ છે, આ જગ્યાઓ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. જેથી ઉમેદવારોએ જે તે પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત જાણવા માટે સંસ્થાની વેબસાઈટ ઉપર આપેલા સત્તવાર નોટિફિકેશન વાંચવાનું રહેશે.

GPSC Recruitment 2024: કેવી રીતે અરજી કરવી?

સૌ પ્રથમ https://gpsc.gujarat.gov.in/ ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
Latest Updates પર ક્લિક કરો
ફોટો અને સહી સહિતની આપવામાં આવેલ વિગતો યોગ્ય રીતે ભરો
ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
ત્યારબાદ યાદી માટે એપ્લિકેશન ફૉર્મની પ્રિન્ટ કાઢવી લેવી. 
 

    follow whatsapp