GPSC Recruitment: GPSC માં ક્લાસ 1-2 સહિત કુલ 172 જગ્યા પર ભરતી, વાંચો વિગતે માહિતી

GPSC Recruitment 2024: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો તૈયાર થઈ જજો, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આપવી છે

GPSC Recruitment

GPSC Recruitment

follow google news

GPSC Recruitment 2024: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો તૈયાર થઈ જજો, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આપવી છે. GPSC દ્વારા  કૂલ 172 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. GPSC Recruitment અંતર્ગત જેલરથી લઈને ચીફ ફાયર ઓફિસર સુધીની  વર્ગ -1, વર્ગ -2 અને વર્ગ – 3 પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની રીત,વય મર્યાદા, ભરતી અંગેની મહત્વની તારીખો સહિતની મહત્વની માહિતી આ અહેવાલમાં છે.

GPSC ભરતીમાં લોલમલોલ, ઉમેદવારોની જિંદગી ગોટાળે: કેલેન્ડર મસ્ત પણ પરીક્ષાના ઠેકાણા જ નથી!

વાંચો સંપૂર્ણ નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ 17 પોસ્ટની કૂલ 172 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે.  જોકે અરજદારોની અનુભવ અંગે વિવિધ પોસ્ટ માટે અલગ અલગ અનુભવની માંગ કરવામાં આવી છે. સંપૂર્ણ નોટિફિકેશન નીચે પ્રમાણે છે, તેના પરથી તમે ભરતી પ્રક્રિયા અંગેની તમામ માહિતી મેળવી શકો છો. 

GPSC Recruitment 2024: કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ https://gpsc.gujarat.gov.in/ ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • Latest Updates પર ક્લિક કારો
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો
  • ફોટો અને સહી સહિતની આપવામાં આવેલ વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ત્યારબાદ યાદી માટે એપ્લિકેશન ફૉર્મની પ્રિન્ટ કાઢવી લેવી. 

DySo ની મુખ્ય પરીક્ષાની કાર્યક્રમ જાહેર


નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ની જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક : 42/2023-24 માટે તા.15/10/2023 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીનું રિવાઇઝ પરિણામ તા.08/07/2024 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ પરિણામમાં માત્ર નવા ઉમેરાયેલ ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષા માટે “Online” અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષા માટે તા.09/07/2024 થી તા.11/07/2024 ના રોજ “Online” અરજીપત્રક ભરી તેમજ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. સાથે બોર્ડ દ્વારા મુખ્ય પરીક્ષા માટેનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે, જે નીચે મુજબ છે.

GPSC ની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર


GPSC દ્વારા જા.ક્ર. 47/2023-24, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ તથા ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ની મુખ્ય લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્ય લેખિત પરીક્ષા 22 ઓક્ટોબરથી શરૂ થશે અને 25 ઓક્ટોબર પૂર્ણ થશે. જેનું ઓફિશિયલ નોટિફિકેશન નીચે મુજબ છે.

    follow whatsapp