GPSC Exam News: ગુજરાત સર્વિસ પબ્લિક કમિશન દ્વારા નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પ્રીલિમ પરીક્ષા બાદ હવે મુખ્ય પરીક્ષાનું આયોજન થવાનું છે. આ માટે GPSC દ્વારા મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. જે મુજબ, આગામી 28થી 31 ઓગસ્ટ દરમિયાન નાયમ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની ભરતીની મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
28થી 31 ઓગસ્ટ દરમિયાન પરીક્ષાનું આયોજન
GPSCની વર્ગ-3ની નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની પ્રીલિમ પરીક્ષા બાદ ઉમેદવારો મુખ્ય પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે અને તેની તારીખ જાહેર થવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે GPSC દ્વારા લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. જેમાં 28મી ઓગસ્ટે ગુજરાતી, 29 ઓગસ્ટે અંગ્રેજી, 30 ઓગસ્ટે સામાન્ય અભ્યાસ 1 અને 31 ઓગસ્ટે સામાન્ય અભ્યાસ-2નું પેપર લેવામાં આવશે.
આ તમામ પરીક્ષા ગાંધીનગર/અમદાવાદ ખાતે યોજવામાં આવશે. ખાસ છે કે પરીક્ષાનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. તમામ પ્રશ્નપ્રત્રો બપોરે 3 વાગ્યાથી જ શરૂ થશે.
ADVERTISEMENT