Breaking News: GPSC ના ઉમેદવારની આતુરતાનો અંત, Preliminary પરીક્ષાનું પરિણામ જાહેર

GPSC Prelims Exam Result: GPSC દ્વારા 7 જાન્યુઆરી 2024 ના રોજ લેવામાં આવેલ Civil Services (Preliminary) 2023 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

GPSC Prelims Exam Result

GPSC Prelims Exam Result

follow google news

GPSC Prelims Exam Result: GPSC દ્વારા 7 જાન્યુઆરી 2024 ના રોજ લેવામાં આવેલ Civil Services (Preliminary) 2023 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત વહીવટી સેવા, વર્ગ 1, ગુજરાત સિવિલ સેવા, વર્ગ 1, 2 અને ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા, વર્ગ 2 ની પ્રાથમિક પરીક્ષામાં 9951 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. કુલ 293 જગ્યાઓ ભરવા માટે જાન્યુઆરીમાં પ્રિલીમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આગામી સમયમાં તેની મુખ્ય પરીક્ષા અંગેની કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. 

GPSC પ્રિલિમ્સ પરીક્ષાનું કટ-ઓફ

GPSC  2024નું ભરતી કેલેન્ડર

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) 2024નું ભરતી કેલેન્ડર પ્રમાણે આ વર્ષે વિવિધ 82 કેડરમાં 1625 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો વર્ગ-1,2ની ભરતીની વાત કરવામાં આવે તો આ વર્ષે 164 પદો પર ભરતી કરવામાં આવશે. કેલેન્ડર પ્રમાણે ડિસેમ્બર 2024માં આ જાહેરાત પ્રકાશિત થશે જેની પ્રિલિમ પરીક્ષા 2025ના એપ્રિલ મહિનામાં લેવાય શકે છે. 
 

    follow whatsapp