Former Naxalist Diwakar Passes Class 10th: ગુનાખોરીની દુનિયા છોડીને સામાન્ય જીવન જીવવું દરેકના બસની વાત નથી. પરંતુ આ કામ દિવાકરે કરીને બતાવ્યું છે. 17 વર્ષ સુધી નક્સલવાદમાં રહ્યા બાદ તેણે તેની પત્ની સાથે પોલીસ સમક્ષ સરેન્ડક કર્યું અને હવે તેણે નવો રેકોર્ડ બનાવ્યો છે. દિવાકરે સખત મહેનત અને લગનના આધારે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી લીધી છે.
ADVERTISEMENT
નાયબ મુખ્યમંત્રીએ પણ કર્યા વખાણ
દિવાકરની આ સિદ્ધિ પર સૌને ગર્વ છે. છત્તીસગઢના ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ વિજય શર્માએ પણ દિવાકર સાથે વીડિયો કોલ પર વાત કરીને ખુશી વ્યક્ત કરી છે. વીડિયો કોલ પર ડેપ્યુટી સીએમ સાથે વાત કરતા દિવાકરે જણાવ્યું કે તે દરરોજ 3-4 કલાક અભ્યાસ કરતો હતો. દિવાકરે જણાવ્યું કે, રાત્રે જમ્યા બાદ તે 10 વાગ્યા સુધી અભ્યાસ કરતો હતો અને સવારે નાસ્તો કર્યા બાદ પણ 10-11 વાગ્યા સુધી અભ્યાસ કરતો હતો. બપોરે પણ તે 2-4 વાગ્યા સુધી અભ્યાસ કરતો હતો.
દિવાકરને મળવા પહોંચ્યા SP
છત્તીસગઢના કબીરધામ વિસ્તારના એસપી અભિષેક પલ્લવ પણ દિવાકરને મળવા માટે તેના ઘરે ગયા હતા. અભિષેક પલ્લવે દિવાકરને અન્ય યુવાઓ માટે મિશાલ કહ્યા છે. તેમણે કહ્યું કે, દિવાકરની વાતોમાં કેટલી હિંમત છે. તે એવા બાળકો માટે મિશાલ છે, જેઓ અસફળતાઓથી ડરીને તૂટી જાય છે અને આત્મહત્યા પણ કરી લે છે.
17 વર્ષ સુધી નક્સલ સંગઠનમાં રહ્યો દિવાકર
એસપી અભિષેક પલ્લવે જણાવ્યું કે દિવાકરને ધોરણ 10માં 35 ટકા આવ્યા છે, જે 95 ટકાથી પણ વધુ છે કારણ કે તેણે જે મુશ્કેલીઓમાં રહીને અભ્યાસ કર્યો છે તે ખરેખર વખાણવાલાયક છે. 16-17 વર્ષ સુધી નક્સલ સંગઠનમાં કામ કર્યા બાદ ફરીથી અભ્યાસ શરૂ કર્યો તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. આ અન્ય માઓવાદીઓ માટે પણ ઉદાહરણો છે જેઓ જંગલમાં પોતાનું જીવન જીવી રહ્યા છે, વિકાસમાં અવરોધ બની રહ્યા છે અને સરકારી મિલકતોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે.
દિવાકર પર હતું 14 લાખનું ઈનામ
નક્સલવાદીઓને ખાસ અપીલ કરતા દિવાકર કહે છે કે તમામ નક્સલવાદીઓ દિવસ-રાત જંગલોમાં ફરતા હોય છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ અમારી જેમ આત્મસમર્પણ કરીને ઘર વસાવે અને સારું જીવન જીવવાનું શરૂ કરે. જણાવી દઈએ કે, સરકારે દિવાકર પર 14 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું અને તેની પત્ની પર પણ 12 લાખ રૂપિયાનું ઈનામ હતું. પરંતુ હવે બંનેએ આત્મસમર્પણ કરીને પુસ્તક અને પેન હાથમાં લીધી છે. દિવાકરના કહેવા પ્રમાણે એક નક્સલવાદી તરીકે તે પોતાની સાથે એકે-47 બંદૂક રાખતો હતો. પરંતુ હવે કલમની સામે એકે-47ની તાકાત પણ ફીકી પડી ગઈ છે.
ADVERTISEMENT