Gyan Sahayak Jobs: ગુજરાતમાં સરકારી અને બિનસરકારી ગ્રાન્ટેડ શાળામાં અનેક શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા આ ખાલી જગ્યાઓ ભરવા માટે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની યોજના અંતર્ગત ફરી ભરવાની પ્રક્રિયા ચાલુ કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં ખાલી જગ્યાઓ પર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવાનું નોટિફિકેશન જાહેર કરાયું છે.
ADVERTISEMENT
ક્યાંથી કરી શકાશે અરજી?
આ માટે ઉમેદવાર https://bit.ly/SEC_GYANSAHAYAK અને https://bit.ly/HS_GYANSAHAYAK વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જોકે અરજી કરતા પહેલા ઉમેદવારને આ માટેની વયમર્યાદા, આવશ્યક લાયકાત તથા નિમણૂંક અને પગાર ધોરણની વિગતો વાંચી લેવા સૂચના અપાઈ છે.
અરજી કરવાની છેલ્લી તારીખ અને પગાર ધોરણ
શિક્ષણ વિભાગના નોટિફિકેશન મુજબ, માધ્યમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયકની ભરતી માટે વય મર્યાદા 40 વર્ષની રાખવામાં આવી છે અને પસંદગી પામનારા ઉમેદવારને મહિને ફિક્સ 24,000 રૂપિયાનો પગાર મળશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક માટે 42 વર્ષની વય મર્યાદા અને 26,000નો ફિક્સ માસિક પગાર મળશે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 27 જુલાઈ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને ઉમેદવારોએ 5 ઓગસ્ટ 2024 સુધીમાં ફોર્મ ભરવાના રહેશે.
ADVERTISEMENT