IAS ટ્રેની પૂજા ખેડકર વિવાદમાં યુપીએસસી પરીક્ષામાં વિકલાંગતા ક્વોટા ચર્ચામાં આવ્યો છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર IIT રુડકી ગ્રેજ્યુએટ કાર્તિક કંસલની માર્કશીટ વાયરલ થઈ રહી છે, જેમણે એક કે બે વખત નહીં પરંતુ ચાર વખત UPSCની પરીક્ષા પાસ કરી છે. પરંતુ દિવ્યાંગ હોવાને કારણે ક્યારેય તેમનું સિલેક્શન થઈ નથી શક્યું. જોકે, કાર્તિક અન્ય સિવિલ સર્વિસ માટે દિવ્યાંગ પાત્રતાને પૂરી કરે છે, તેમ છતાં તેમની પસંદગી રદ કરવામાં આવી હતી. હાલમાં તેઓ ઈસરોમાં વૈજ્ઞાનિકના પદ પર છે, તેમની પસંદગી ઓલ ઈન્ડિયા સેન્ટ્રલ રિક્રુટમેન્ટ દ્વારા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
નાનાપણથી જ વ્હીલચેર પર છે કાર્તિક
કાર્તિક કંસલ 14 વર્ષની ઉંમરથી વ્હીલચેર પર છે, તેમને મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની બીમારી છે. તેમણે ચાર વખત UPSC પરીક્ષા પાસ કરી છે, પરંતુ તેમ છતાં તેઓ ક્યારેય આ સરકારી સર્વિસમાં સિલેક્ટ થઈ શક્યા નહીં. વર્ષ 2019માં તેમણે UPSCમાં 813મો રેન્ક મેળવ્યો હતો, ત્યારબાદ 2021માં 271, 2022માં 784 અને 2023માં 829મો રેન્ક મેળવ્યો હતો. વર્ષ 2021માં જ્યારે તેમનો રેન્ક 271 હતો, ત્યારે વિકલાંગ ક્વોટા વિના પણ તેમને IAS પદ મળવું જોઈતું હતું, કારણ કે તે વર્ષે 272 અને 273 રેન્ક ધરાવતા ઉમેદવારોને IAS પદ મળ્યા હતા. જોકે, 2021માં IAS માટે યોગ્ય ફંક્શનલ ક્લાસિફિકેશનમાં સામેલ કંડિશન લિસ્ટમાં મસ્કુલર ડિસ્ટ્રોફીને સામેલ કરવામાં આવી નહોતી.
ભારતીય મહેસૂલ સેવા (ઈનકમ ટેક્સ ) ગ્રુપ 'A' અને ભારતીય મહેસૂલ સેવા (કસ્ટમ અને એક્સાઈઝ) માટેના લિસ્ટમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2019માં જ્યારે કાર્તિક કંસલને 813મો રેન્ક મળ્યો, ત્યારે તેમને સરળતાથી એક સર્વિસ ફાળવી શકાતી હતી, કારણ કે તે સમયે લોકોમોટર ડિસેબિલિટી માટે 15 ખાલી જગ્યાઓ હતી અને માત્ર 14 જ ભરાઈ હતી. જ્યારે ખાલી એક જગ્યા પર કાર્તિકની પસંદગી થઈ શકતી હતી, પરંતુ તેમની પસંદગી ન કરાઈ.
મેડિકલ બોર્ડે શું કહ્યું?
CSEમાં PwBD રિઝર્વેશન ઉપરાંત, મેડિકલ બોર્ડનું પ્રમાણ અને જોવા-લખવાની ક્ષમતા પણ તપાસવામાં આવે છે. કાર્તિકના ડિસેબિલિટી સર્ટિફિકેટમાં શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે તેમને 60% ડિસેબિલિટી છે અને AIIMSના મેડિકલ બોર્ડે કાર્તિકને 90% મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોવાનું જણાવ્યું હતું. આમાં એ પણ સામેલ હતું કે કાર્તિક કંસલ જોવા, સાંભળવા, બોલવામાં, વાતચીત કરવામાં, વાંચવા અને લખવામાં સક્ષમ છે. આવી સ્થિતિમાં તેઓ આ કેટેગરીમાં IRS માટે પસંદ થઈ શકતા હતા.
મૂવમેન્ટ કરવામાં નથી સમસ્યા
AIIMS એ રિપોર્ટમાં જણાવ્યું હતું કે કાર્તિક કંસલને સ્નાયુઓમાં સમસ્યા છે, જેના કારણે તેઓ તેમના પગ અને હાથનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી, પરંતુ કાર્તિક કંસલને વ્હીલચેર ચલાવવામાં અથવા આંગળીઓથી કોઈપણ મૂવમેન્ટ કરવામાં કોઈ સમસ્યા નથી. તમામ શારીરિક માપદંડોને પરિપૂર્ણ કરવા છતાં કેન્દ્રીય ફરિયાદ નિવારણ પોર્ટલે જણાવ્યું હતું કે "તમારી પોસ્ટ મુજબ કોઈ મેળ ખાતી સેવાઓ તમારા માટે ઉપલબ્ધ નથી".
રિટાયર IASએ લીધો કાર્તિકનો પક્ષ
હિમાચલ પ્રદેશ કેડરના પૂર્વ IASએ આજતક સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે જો IAS માટે સેરેબ્રલ પાલ્સીની અનુમતી છે, તો મસ્કુલર ડિસ્ટ્રોફીની કેમ નથી?. કાર્તિક 14 વર્ષની ઉંમરે પોતાના હાથોથી લખતા શીખ્યા છે, તેઓ એક ફાઈટર છે, તેમણે બાળપણથી જ ખુદને તૈયાર કર્યા છે. એઈમ્સના રિપોર્ટ અનુસાર, કાર્તિકને IRS, ઈન્કમટેક્સ વિગેરેમાં ભરતી કરવામાં આવી શકાતા હતા.
ADVERTISEMENT