CBSE 10th 12th Result 2024 Date LIVE News: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12 બાદ ધો. 10નું પરિણામ પણ જાહેર કર્યું છે. આ વર્ષે લગભગ 39 લાખ વિદ્યાર્થીઓએ 10મા-12માની બોર્ડની પરીક્ષા આપી છે. આ તમામ વિદ્યાર્થીઓનું પરિણામ CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાહેર કરવામાં આવ્યું છે. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તેમનું પરિણામ જોઈ શકે છે. CBSE પરિણામો સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in, results.cbse.nic.in અને cbse.gov.in પર ચકાસી શકાય છે. ઉપરાંત ડિજીલોકર કોડ્સ અને ઉમંગ એપથી પણ ચેક કરી શકાય છે.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 01:59 PM • 13 May 2024CBSE બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર, આ રીતે તપાસો
સ્ટેપ 1: CBSE results.cbse.nic.in અથવા cbse.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 2: હોમ પેજ પર, 'CBSE 10મું પરિણામ ડાયરેક્ટ લિંક' પર ક્લિક કરો.
સ્ટેપ 3: લોગિન પૃષ્ઠ ખુલશે, અહીં તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
સ્ટેપ 4: તમારું CBSE બોર્ડ પરિણામ સ્ક્રીન પર ખુલશે, તેને તપાસો.
સ્ટેપ 5: વિદ્યાર્થીઓ અહીંથી પરિણામની ડિજિટલ કોપી ડાઉનલોડ કરી શકશે અને તેને પોતાની પાસે રાખી શકશે. - 01:50 PM • 13 May 2024ધો.10 બોર્ડમાં છોકરીઓએ મારી બાજી
CBSE ધો.10ના પરિણામમાં છોકરીઓનું પરિણામ 2.04% ટકા છોકરાઓ કરતા વધારે છે. છોકરીઓનું એકંદરે 94.75 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે છોકરાઓનું 92.71 ટકા પરિણામ આવ્યું છે.
- 01:48 PM • 13 May 2024CBSE 10th Result 2024: કૂલ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા?
આ વર્ષે 2,238,827 વિદ્યાર્થીઓમાંથી 2,095,467 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે ગત વર્ષના પરિણામથી 0.48 ટકા વધારે છે.
- 01:46 PM • 13 May 2024ત્રિવેન્દ્રમ જિલ્લા દેશમાં પ્રથમ
આ વર્ષે પણ ત્રિવેન્દ્રમ જિલ્લાએ સૌથી વધુ 99.75 ટકા પરિણામ મેળવ્યું છે. જ્યારે ગુવાહાટીનો સૌથી છેલ્લા ક્રમે છે.
- 01:43 PM • 13 May 2024CBSE ધો.10નું 93.60 ટકા પરિણામ
CBSEએ ધો.10નું 13 મેના રોજ પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે 10માનું 93.60 ટકા પરિણામ આવ્યું છે.
- 12:20 PM • 13 May 2024CBSE 12 Result Live: પરિણામ ઉમંગ એપ પર પણ
જો વેબસાઈટ પર ટ્રાફિકનું પ્રમાણ વધુ હોય અને તમે પરિણામ ચેક કરી શકતા નથી, તો તમે SMS અથવા ઉમંગ એપ દ્વારા પણ તમારું પરિણામ જોઈ શકો છો. જો કે, CBSEએ પણ આ વધેલા ટ્રાફિકને પહોંચી વળવા પગલાં લીધાં છે.
- 12:16 PM • 13 May 2024ધો.12નું આવ્યું રેકોર્ડ બ્રેકિંગ પરિણામ
CBSE Results 2024: આ વર્ષે 24,000 થી વધુ વિદ્યાર્થીઓએ 95 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે 1.16 લાખ વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ મેળવ્યા છે.
- 12:05 PM • 13 May 2024ડિજીલોકરમાંથી વિદ્યાર્થીઓ માર્કશીટ મેળવી શકશે
- 12:00 PM • 13 May 2024SMSથી પણ મેળવી શકાશે રિઝલ્ટ
CBSE દ્વારા ધો.12ના વિદ્યાર્થીઓ માટે SMSથી પરિણામ મેળવવાની સુવિધા પણ અપાઈ છે. જે મુજબ વિદ્યાર્થીએ આ મુજબના ફોર્મેટમાં SMS મોકલવાનો રહેશે. "CBSE12 (રોલ નંબર) (જન્મતારીખ) (સ્કૂલનંબર) (કેન્દ્ર નંબર)" અને તેને 7738299899 નંબર પર મોકલવાનો રહેશે.
- 11:55 AM • 13 May 2024તિરુવનંતપુરમના વિદ્યાર્થીઓ જીત્યા
મળતી માહિતી મુજબ આ વર્ષે સૌથી સારું પરિણામ તિરુવનંતપુરમનું આવ્યું છે. આ રાજ્યની પાસ થવાની ટકાવારી 99.91% છે. તે જ સમયે, વિજયવાડા 99.04 ટકા સાથે બીજા સ્થાને છે. ચેન્નાઈના વિદ્યાર્થીઓએ 98.47 ટકા સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે.
- 11:54 AM • 13 May 2024કુલ 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
CBSE બોર્ડ ધોરણ 12 ની પરીક્ષા 7126 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ વર્ષે ધોરણ 12માં કુલ 1,63,3730 વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1621224 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વર્ષ 2024માં 1426420એ 12માની પરીક્ષા આપી હતી. આ વર્ષે એકંદરે પાસ થવાની ટકાવારી 87.98 રહી છે. ગયા વર્ષે (2023) એકંદરે પાસની ટકાવારી 87.33 હતી. એટલે કે આ વર્ષે પરિણામમાં 0.65 ટકાનો વધારો થયો છે.
- 11:53 AM • 13 May 2024CBSE બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર, આ રીતે તપાસો
સ્ટેપ 1: પરિણામ જાહેર થયા પછી, CBSE results.cbse.nic.in અથવા cbse.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
સ્ટેપ 2: હોમ પેજ પર, 'CBSE 12મું પરિણામ ડાયરેક્ટ લિંક' પર ક્લિક કરો.
સ્ટેપ 3: લોગિન પેજ ખુલશે, અહીં તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
સ્ટેપ 4: તમારું CBSE બોર્ડ પરિણામ સ્ક્રીન પર ખુલશે, તેને તપાસો.
સ્ટેપ 5: વિદ્યાર્થીઓ અહીંથી પરિણામની ડિજિટલ નકલ ડાઉનલોડ કરી શકશે અને તેને પોતાની પાસે રાખી શકશે. - 11:50 AM • 13 May 2024CBSE Board Result 2024:
પાસ છોકરીઓની ટકાવારી- 91.52
પાસ છોકરાઓની ટકાવારી- 85.12
પાસ થર્ડ જેન્ડરની ટકાવારી- 50.00
ADVERTISEMENT
ADVERTISEMENT