CBSE 10th Topper 2024: ધો.10ની પરીક્ષામાં આવ્યા 100 ટકા માર્ક્સ, નેશનલ ટોપરે જણાવ્યું સફળતાનું સિક્રેટ

CBSE Result 2024 Toppers: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને 13 મે, 2024ના રોજ ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામો જાહેર કર્યા. આ વર્ષે CBSE બોર્ડ ટોપર લિસ્ટ જાહેર કર્યું નથી.

CBSE Result 2024 Toppers

શાબાશ દીકરા

follow google news

CBSE Result 2024 Toppers: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને 13 મે, 2024ના રોજ ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામો જાહેર કર્યા. આ વર્ષે CBSE બોર્ડ ટોપર લિસ્ટ જાહેર કર્યું નથી. પરંતુ તમામ સ્કૂલોએ પોત-પોતાના ટોપર્સના નામ જાહેર કરી દીધા છે. Telegraph India માં પ્રકાશિત રિપોર્ટ મુજબ, આ વર્ષે કોલકાતાના સબ્યસાચી લસ્કરે  (Sabyasachi Laskar) ધોરણ 10માં ટોપ કર્યું છે.

કેટલા વિદ્યાર્થીઓએ કરાવ્યું હતું રજિસ્ટ્રેશન?

આ વર્ષે 22,51,812 વિદ્યાર્થીઓએ CBSE ધોરણ 10ની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 22,38,827 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 20,95,467 વિદ્યાર્થીઓ સફળ થયા છે. CBSE ધોરણ 10ની એકંદરે પાર્સિંગની ટકાવારી 93.60 ટકા નોંધાઈ છે. CBSEના ધોરણ 10 અને 12 બંને વર્ગોના પરિણામોમાં ત્રિવેન્દ્રમ સેન્ટરે બાજી મારી લીધી છે.  જાણો ધોરણ 10 ટોપર સબ્યસાચી લસ્કરે (Sabyasachi Laskar Class 10 CBSE Topper) આ સિદ્ધિ પર શું કહ્યું....

આ પણ વાંચોઃ GSEB 10th Result 2024 Topper: માતા-પિતાની આશા પર ખરી ઉતરી રુત્વા, ધો.10 ના પરિણામમાં કર્યું ટોપ

 


કોલકાતાના દીકરાએ કર્યું ટોપ

CBSE ધોરણ 10નો નેશનલ ટોપર સબ્યસાચી લસ્કર કોલકાતાનો રહેવાસી છે. (તમને જણાવી દઈએ કે CBSE બોર્ડે ટોપર લિસ્ટ જાહેર કર્યું નથી. બની શકે છે કે અન્ય અન્ય વિદ્યાર્થીઓએ પણ 100 ટકા માર્ક્સ મેળવ્યા હોય). સબ્યસાચી લસ્કર કોલકાતાની BDM ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. સબ્યસાચીએ ધોરણ 10માં પૂરા 100 ટકા માર્ક્સ મેળવ્યા છે. 

આ પણ વાંચોઃ GSEB 10th Result 2024 Topper: ધોરણ 10 આશ્વીનું જોરદાર પરિણામ, જુઓ કેવી રીતે બોર્ડ મેળવ્યો A1 ગ્રેડ

 

સફળતાનું રહસ્ય જણાવ્યું

સબ્યસાચી લસ્કર (Sabyasachi Laskar)એ  મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની અભ્યાસની રણનીતિ શેર કરી છે. તેણે કહ્યું કે, 'મેં ટાઈમ મેનેજમેન્ટ પર ઘણું ફોકસ કર્યું હતું. બોર્ડની પરીક્ષામાં સમયસર પેપર પૂરું કરવું એ એક ચેલેન્જ સમાન હોય છે. સમયની સાથે CBSE બોર્ડની પરીક્ષાની પેટર્નમાં ઘણો ફેરફાર થયો છે. હવે સવાલો વધુ વિસ્તૃત થતાં જઈ રહ્યા છે. આ માટે ટાઈમ મેનેજમેન્ટ કરવું જરૂરી છે. આ સિવાય સતત અભ્યાસ, રિવિઝન અને રેગ્યુલર પ્રેક્ટિસ કરવાથી પણ ઘણી મદદ મળે છે.'

આ પણ વાંચોઃ GSEB 10th Result 2024 Topper: પાણીપુરીવાળાની દીકરીએ વગાડ્યો ડંકો, બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા

 

IITમાં એડમિશન લેવાની ઈચ્છા  

સબ્યસાચી લસ્કરે પોતાના ભવિષ્યના પ્લાન વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે  તે ધોરણ 12 પછી JEE એડવાન્સ પરીક્ષા પાસ કરીને IITમાં એડમિશન લેવા માંગે છે. તેનું સમગ્ર ધ્યાન હવે JEE એડવાન્સ્ડ ક્વોલિફાય કરવા પર છે. તે હાયર સ્ટડી બાદ મૈથ્સ અને ફિઝિક્સના ક્ષત્રેમાં રિસર્ચ કરવા માંગે છે. તેણે પોતાની હોબી વિશે જણાવતા કહ્યું કે તેને પેઈન્ટિંગ કરવું પસંદ છે.

    follow whatsapp