CBSE Result 2024: CBSEના ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર, બોર્ડે જાહેર કર્યું રિવેલ્યુએશન પરિણામ

CBSE Board Class 10th, 12th Revaluation Result 2024: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ CBSE ધોરણ 10મા અને 12મા રિવેલ્યુએશન/વેરિફિકેશન પરિણામ 2024 જાહેર કર્યા છે.

CBSE Result 2024

CBSE Result 2024

follow google news

CBSE Board Class 10th, 12th Revaluation Result 2024: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ CBSE ધોરણ 10મા અને 12મા રિવેલ્યુએશન/વેરિફિકેશન પરિણામ 2024 જાહેર કર્યા છે. જે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા 2024માં મેળવેલા ગુણના પુનઃમૂલ્યાંકન માટે CBSEને વિનંતી કરી હતી, તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર જઈને તેમનું સ્કોરકાર્ડ ચકાસી શકે છે. CBSE રિવેલ્યુએશન/વેરિફિકેશન રિઝલ્ટ 2024 તપાસવા માટે, વિદ્યાર્થીઓએ રોલ નંબર, સ્કૂલ નંબરની જરૂર પડશે.

CBSE 10th Revaluation Results 2024: ડાયરેક્ટ લિંક

CBSE 12th Revaluation Results 2024: ડાયરેક્ટ લિંક

રિવેલ્યુએશન/વેરિફિકેશન રિઝલ્ટ જાહેર

અગાઉ CBSE બોર્ડે 13 મે 2024ના રોજ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું હતું. આ વર્ષે કુલ 93.6 ટકા બાળકોએ CBSE 10મા બોર્ડની પરીક્ષા પાસ કરી છે. જ્યારે CBSE 12માં 87.98% વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે કે જે વિદ્યાર્થીઓ CBSE બોર્ડ પરીક્ષા 2024માં મેળવેલા ગુણથી સંતુષ્ટ નથી, બોર્ડે તેમને પુનઃમૂલ્યાંકન અથવા ચકાસણી માટે અરજી કરવાનો વિકલ્પ આપ્યો હતો. પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીના ગુણ અલગ પરીક્ષક દ્વારા ફરીથી તપાસવામાં આવે છે. જ્યારે ચકાસણી દરમિયાન, ગુણના સરવાળામાં કોઈપણ કારકુની ભૂલ તપાસવામાં આવે છે. 

    follow whatsapp