CBSE Board Result 2024 Date: આ વર્ષે, લગભગ 38 લાખ વિદ્યાર્થીઓએ CBSE બોર્ડની 10મી અને 12મીની પરીક્ષા આપી હતી. CBSE બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી અને એપ્રિલ વચ્ચે યોજાઈ હતી. ત્યારથી વિદ્યાર્થીઓ તેમના પરિણામની રાહ જોઈ રહ્યા છે. CBSE બોર્ડ પરિણામ 2024 તારીખ અને સમય સંબંધિત તમામ નવીનતમ અપડેટ્સ સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in, cbseresults.nic.in, cbse.gov.in પર તપાસી શકાય છે.
ADVERTISEMENT
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની રિઝલ્ટ વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, CBSE પરિણામ 20 મે, 2024 પછી કોઈપણ સમયે જાહેર થઈ શકે છે. પરંતુ હવે પરિણામ પર એક નવું અપડેટ આવ્યું છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, CBSE બોર્ડનું પરિણામ 20 મે, 2024 પહેલા પણ જાહેર કરી શકાય છે. જણાવી દઈએ કે CBSE બોર્ડે 10મા અને 12માના પરિણામો માટે સત્તાવાર નોટિફિકેશનની જ રાહ જુઓ.
આ પણ વાંચો: GSEB 10th Result 2024 Topper: માતા-પિતાની આશા પર ખરી ઉતરી રુત્વા, ધો.10 ના પરિણામમાં કર્યું ટોપ
આ વર્ષે પહેલું જાહેર થશે CBSE બોર્ડનું પરિણામ?
CBSEએ હજુ સુધી પરિણામ જાહેર કર્યું નથી. જ્યાં વેબસાઈટ પર 20 મે બાદ પરિણામ જાહેર થવાનું નોટિફેકેશન છે, તો બોર્ડ સાથે જોડાયેલા અધિકારીએ પરિણામ તૈયાર હોવાની વાત કરી છે. CBSEના ડાયરેક્ટર ડો. બિશ્વજીત સાહાએ NDTVને જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા માટેના પરિણામ તૈયાર કરવા પર બોર્ડ કામ કરી રહ્યું હતું અને પરિણામની કામગીરી પૂર્ણ થતા જ પરિણામ જાહેર કરવામાં આવશે. સાહાએ ઉમેર્યું કે, બોર્ડ હાલમાં પરિણામની જાહેરાત પર કામ કરી રહ્યું હતું અને પરિણામ 20 મે પહેલા પણ જાહેર થઈ શકે છે. એવામાં શક્યતા છે કે મે મહિનાના બીજા અઠવાડિયામાં પણ CBSEનું પરિણામ જાહેર થઈ શકે છે.
CBSE બોર્ડનું પરિણામ ક્યાંથી જોવું?
CBSE બોર્ડના પરિણામો જાહેર થતાંની સાથે જ પરિણામની લિંક results.cbse.nic.in, cbseresults.nic.in, cbse.gov.in પર સક્રિય થઈ જશે. જો કે, કેટલીકવાર ટ્રાફિકમાં અચાનક વધારો થવાને કારણે CBSE બોર્ડની વેબસાઇટ ક્રેશ થઈ જાય છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ ડિજીલોકર પર તેમની માર્કશીટ ચેક કરી શકે છે. એટલું જ નહીં, તેમને SMS દ્વારા ઑફલાઇન મોડમાં CBSE બોર્ડ પરિણામ 2024 ચેક કરવાની તક પણ આપવામાં આવશે.
આ પણ વાંચો: GSEB 10th Result 2024 Topper: પાણીપુરીવાળાની દીકરીએ વગાડ્યો ડંકો, બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા
CBSE ધો. 10 અને 12 ના પરિણામો કેવી રીતે ચેક કરવા?
1. CBSE ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
2. CBSE બોર્ડ પરિણામ 2024 લિંક પર ક્લિક કરો
3. એકાઉન્ટમાં લોગિન કરો
4. રોલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
5. હવે તમે CBSE ધોરણ 10 ના પરિણામો અને CBSE ધોરણ 12 ના પરિણામો ચકાસી શકો છો.
તમે પરિણામ ચકાસી શકો છો અને તેને ડાઉનલોડ પણ કરી શકો છો. જો કે, પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓએ નોંધ લેવી જોઈએ કે ઓનલાઈન માર્કશીટ કામચલાઉ છે અને બોર્ડે વિદ્યાર્થીઓને તેમની સંબંધિત શાળાઓમાંથી તેમની મૂળ માર્કશીટ એકત્રિત કરવાની સલાહ આપી છે.
ADVERTISEMENT