CBSE 12th Topper List 2024: CBSE બોર્ડે ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરી દીધું છે. આ વર્ષે ધોરણ 12નું 82.98 ટકા પરિણામ આવ્યું છે. તો ધોરણ 10નું 93.60 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12ના પરિણામની વાત કરીએ તો ગત વર્ષ કરતા આ વર્ષે 0.65 ટકા પરિણામ સારું આવ્યું છે. વર્ષ 2023માં 87.33 ટકા પરિણામ આવ્યું હતું. ધોરણ 12માં તિરુવનંતપુરમના વિદ્યાર્થીઓ બાજી મારી લીધી છે. અહીંના વિદ્યાર્થીઓનું પરિણામ સૌથી વધારે એટલે કે 99.91 ટકા રહ્યું છે.
ADVERTISEMENT
આ વર્ષે કયા જિલ્લાની પાસ ટકાવારી કેટલી રહી
(1) તિરુવનંતપુરમ - 99.91
(2) વિજયવાડા - 99.04
(3) ચેન્નાઈ - 98.47
(4) બેંગલુરુ - 96.95
(5) પશ્ચિમ દિલ્હી - 95.94
(6) પૂર્વ દિલ્હી - 94.51
(7) ચંદીગઢ - 91.09
(8) પંચકુલા - 90.26
(9) પુણે - 89.78
(10) અજમેર - 89.53
(11) દેહરાદૂન - 83.82
(12) પટના - 83.59
(13) ભુવનેશ્વર - 83.34
(14) ભોપાલ - 82.46
(15) ગુવાહાટી - 82.05
(16) નોઈડા - 80.27
(17) પ્રયાગરાજ - 78.25
કેટલા કેન્દ્રો પર લેવાઈ હતી ધોરણ 12ની પરીક્ષા
આ વર્ષે 2024માં 18417 સ્કૂલના 7126 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી. તો ગત વર્ષે એટલે કે 2023માં 16728 સ્કૂલના 6759 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી.
ઓલઓવર પાસિંગ ટકાવારી
આ વર્ષે 1633730 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1621224 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1426420 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે 82.98 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો વર્ષ 2023માં 1680256 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1660511 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1450174 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 2023માં 87.33 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
સત્તાવાર વેબસાઈટથી આ રીતે ચેક કરો પરિણામ
સ્ટેપ 1: પરિણામ જાહેર થયા પછી, CBSE results.cbse.nic.in અથવા cbse.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
સ્ટેપ 2: હોમ પેજ પર, 'CBSE 12મું પરિણામ ડાયરેક્ટ લિંક' પર ક્લિક કરો.
સ્ટેપ 3: લોગિન પેજ ખુલશે, અહીં તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
સ્ટેપ 4: તમારું CBSE બોર્ડ પરિણામ સ્ક્રીન પર ખુલશે, તેને તપાસો.
સ્ટેપ 5: વિદ્યાર્થીઓ અહીંથી પરિણામની ડિજિટલ નકલ ડાઉનલોડ કરી શકશે અને તેને પોતાની પાસે રાખી શકશે.
SMSથી પણ મેળવી શકાશે રિઝલ્ટ
CBSE દ્વારા ધો.12ના વિદ્યાર્થીઓ માટે SMSથી પરિણામ મેળવવાની સુવિધા પણ અપાઈ છે. જે મુજબ વિદ્યાર્થીએ આ મુજબના ફોર્મેટમાં SMS મોકલવાનો રહેશે. "CBSE12 (રોલ નંબર) (જન્મતારીખ) (સ્કૂલનંબર) (કેન્દ્ર નંબર)" અને તેને 7738299899 નંબર પર મોકલવાનો રહેશે.
ADVERTISEMENT