CBSE Board 12th Result 2024 Declared: આકરા પરિશ્રમનું પરિણામ જાહેર, આ વર્ષે પણ દીકરીઓનો દબદબો યથાવત

CBSE Board 12th Result Declared : CBSE બોર્ડનું ધોરણ 12નું પરિણામ (CBSE 12th Result 2024) પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ પોતાનું રિઝલ્ટ સત્તાવાર વેબસાઈટ્સ cbse.nic.in અને cbseresults.nic.in પર જઈને ચેક કરી શકે છે.

CBSE Board 12th Result Declared

CBSE બોર્ડનું પરિણામ જાહેર

follow google news

CBSE Board 12th Result Declared : CBSE બોર્ડનું ધોરણ 12નું પરિણામ (CBSE Board Result 2024) પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ પોતાનું રિઝલ્ટ સત્તાવાર વેબસાઈટ્સ cbse.nic.in અને cbseresults.nic.in પર જઈને ચેક કરી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ CBSE બોર્ડનું ધોરણ 12નું પરિણામ  DigiLocker અને ઉમંગ એપ પરથી પણ ચેક કરી શકે છે. બોર્ડે જાણકારી આપી છે કે આ વર્ષે ધોરણ 12 માટે 1633730 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1621224 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 1426420 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ધોરણ 12માં એકંદરે પાસ થવાની ટકાવારી 87.98 ટકા છે, જે ગયા વર્ષના 87.33 ટકાથી વધુ છે.

ફરી છોકરીઓએ મારી લીધી બાજી

આ વખતે પણ  CBSE બોર્ડના પરિણામમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓએ બાજી મારી લીધી છે. આ વખતે છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.52 રહી. જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 85.12 ટકા રહી. છોકરાઓ કરતાં 6.40 ટકા વધુ છોકરીઓ પાસ થઈ છે. દેશભરમાં ત્રિવેન્દ્રમ સૌથી આગળ છે. અહીં પાસ થવાની ટકાવારી 99.91 છે. દિલ્હી વેસ્ટની પાસ ટકાવારી 95.64 ટકા રહી છે.

કુલ 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ

CBSE બોર્ડ ધોરણ 12 ની પરીક્ષા 7126 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ વર્ષે ધોરણ 12માં કુલ 1,63,3730 વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1621224 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વર્ષ 2024માં 1426420એ 12માની પરીક્ષા આપી હતી. આ વર્ષે એકંદરે પાસ થવાની ટકાવારી 87.98 રહી છે. ગયા વર્ષે (2023) એકંદરે પાસની ટકાવારી 87.33 હતી. એટલે કે આ વર્ષે પરિણામમાં 0.65 ટકાનો વધારો થયો છે.

સત્તવાર વેબસાઈટથી આ રીતે ચેક કરો પરિણામ

સ્ટેપ 1: પરિણામ જાહેર થયા પછી, CBSE results.cbse.nic.in અથવા cbse.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
સ્ટેપ 2: હોમ પેજ પર, 'CBSE 12મું પરિણામ ડાયરેક્ટ લિંક' પર ક્લિક કરો.
સ્ટેપ 3: લોગિન પેજ ખુલશે, અહીં તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
સ્ટેપ 4: તમારું CBSE બોર્ડ પરિણામ સ્ક્રીન પર ખુલશે, તેને તપાસો.
સ્ટેપ 5: વિદ્યાર્થીઓ અહીંથી પરિણામની ડિજિટલ નકલ ડાઉનલોડ કરી શકશે અને તેને પોતાની પાસે રાખી શકશે.

SMSથી પણ મેળવી શકાશે રિઝલ્ટ

CBSE દ્વારા ધો.12ના વિદ્યાર્થીઓ માટે SMSથી પરિણામ મેળવવાની સુવિધા પણ અપાઈ છે. જે મુજબ વિદ્યાર્થીએ આ મુજબના ફોર્મેટમાં SMS મોકલવાનો રહેશે. "CBSE12 (રોલ નંબર) (જન્મતારીખ) (સ્કૂલનંબર) (કેન્દ્ર નંબર)" અને તેને 7738299899 નંબર પર મોકલવાનો રહેશે.

ડિજીલોકરમાંથી વિદ્યાર્થીઓ માર્કશીટ મેળવી શકશે
 

    follow whatsapp