CBSE Board 12th Result topper Surbhi Mittal: Surbhi Mittal ની ધોરણ 12ની Mark sheet Viral, પરિણામ જોઈ ચોંકી જશો

CBSE Board 12th Result topper Surbhi Mittal Mark sheet Viral: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કર્યું છે. CBSE બોર્ડ 12માના પરિણામોમાં ત્રિવેન્દ્રમ પ્રદેશ 99.91 પાસ ટકાવારી સાથે ટોચ પર છે.

CBSE Board 12th Result topper

સુરભિની માર્કશીટ

follow google news

CBSE Board 12th Result topper Surbhi Mittal Mark sheet Viral: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કર્યું છે. CBSE બોર્ડ 12માના પરિણામોમાં ત્રિવેન્દ્રમ પ્રદેશ 99.91 પાસ ટકાવારી સાથે ટોચ પર છે. ત્યારે નોઈડાની ટોપર Surbhi Mittal ની માર્કસશીટ વાયરલ થઈ રહી છે. Surbhi એ હ્યુમેનિટીઝ વિષયમાં એટલા માર્ક્સ મેળવ્યા છે કે તમે જોઈને ચોંકી જશો. Surbhi Mittal એ ધોરણ 12 માં 99.2 ટકા મેળવ્યા છે. સુરભી નોઈડાની Amity International Schoolની વિદ્યાર્થીની છે. સુરભીએ કુલ 500 માર્કસમાંથી 476 માર્ક્સ મેળવ્યા છે. UP TAk એ સુરભી સાથે તેની અભ્યાસ પેટર્ન વિશે ખાસ વાતચીત કરી હતી.

સુરભિની માર્કશીટ


સુરભિનો કરિયર ઓપ્શન શું છે?

UP TAk સાથે વાત કરતી વખતે સુરભીએ કહ્યું કે, તે તેની સફળતાથી ખૂબ જ ખુશ છે. તેના તમામ પેપર સારા ગયા હતા. જોકે તેને આશા નહોતી કે તે આટલા સારા માર્ક્સ મેળવશે. આવી સ્થિતિમાં તેના માતા-પિતા પણ ઘણા ખુશ છે. સુરભીના માતા અને પિતા બંને નોકરી કરે છે. તેનો એક મોટો ભાઈ પણ છે, જે હાલમાં બેંકમાં નોકરી કરે છે. પોતાની કારકિર્દી વિશે વાત કરતાં સુરભીએ કહ્યું કે, તેને અર્થશાસ્ત્ર વિષયમાં ઘણો રસ છે. તે ભવિષ્યમાં જાહેર સેવામાં જવા માંગે છે. તેના શોખ વિશે વાત કરતી વખતે સુરભીએ કહ્યું કે તેને ગીતો સાંભળવાનો, ડાન્સ અને સાયકલ ચલાવવાનો ખૂબ જ શોખ છે.


કેવી રીતે મેળવી સફળતા?

સ્ટડી પેટર્ન વિશે વાત કરતાં સુરભીએ જણાવ્યું કે, તેણે બોર્ડની પરીક્ષાઓ પહેલા એક ટાઈમ ટેબલ બનાવ્યું હતું, જેમાં તેણે દરેક વિષય માટે અભ્યાસ અને રિવિઝનનો સમય નક્કી કર્યો હતો. તેની શાળામાં ડિસેમ્બરથી ઘણી પ્રી-પરીક્ષાઓ લેવામાં આવી રહી હતી, જેના કારણે તેને તેની તૈયારીમાં ઘણી મદદ મળી. સુરભીએ જણાવ્યું કે તે દિવસમાં 5 થી 10 કલાક અભ્યાસ કરતી હતી.

 

વિદ્યાર્થીઓ માટે ખાસ ટીપ્સ 

આવતા વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ખાસ ટિપ્સ આપતા સુરભીએ કહ્યું કે 'દરેક બાળકની પોતાની અલગ પેટર્ન હોય છે, તે મુજબ અભ્યાસ કરો, કોઈ તણાવ ન લો અને પરીક્ષામાં તમારું શ્રેષ્ઠ આપો.'

ફરી છોકરીઓએ મારી લીધી બાજી

આ વખતે પણ  CBSE બોર્ડના પરિણામમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓએ બાજી મારી લીધી છે. આ વખતે છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.52 રહી. જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 85.12 ટકા રહી. છોકરાઓ કરતાં 6.40 ટકા વધુ છોકરીઓ પાસ થઈ છે. દેશભરમાં ત્રિવેન્દ્રમ સૌથી આગળ છે. અહીં પાસ થવાની ટકાવારી 99.91 છે. દિલ્હી વેસ્ટની પાસ ટકાવારી 95.64 ટકા રહી છે.

આ વર્ષે કયા જિલ્લાની પાસ ટકાવારી કેટલી રહી


(1) તિરુવનંતપુરમ - 99.91
(2) વિજયવાડા - 99.04
(3) ચેન્નાઈ - 98.47
(4) બેંગલુરુ - 96.95
(5) પશ્ચિમ દિલ્હી - 95.94
(6) પૂર્વ દિલ્હી - 94.51
(7) ચંદીગઢ - 91.09
(8) પંચકુલા - 90.26
(9) પુણે - 89.78
(10) અજમેર - 89.53
(11) દેહરાદૂન - 83.82
(12) પટના - 83.59
(13) ભુવનેશ્વર - 83.34
(14) ભોપાલ - 82.46
(15) ગુવાહાટી - 82.05
(16) નોઈડા - 80.27
(17) પ્રયાગરાજ - 78.25

    follow whatsapp