GPSC Prelims Exam: ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC કે જે એક બંધારણીય સંસ્થા છે, જેની પર હાલ વિશ્વસનીયતાને લઈ સવાલો ઊભા થઈ રહ્યા છે. આટલી મોટી બંધારણીય સંસ્થા કે જેઓની ઉપરાછાપરી ભૂલોથી ઉમેદવારો હેરાન થઈ રહ્યા છે. આપણે તેની બેદરકારીનો અંદાજો ત્યાં જથી લગાવી શકીએ છીએ કે GPSC પાછળના વર્ષમાં લીધેલી 20 જેટલી ભરતી પરીક્ષાઓમાં 280 સુધારા કરવા પડ્યા છે, ઉપરાંત કેટલીક ભરતી પરીક્ષા તો એવી પણ છે જેના પરિણામ જાહેર થયા બાદ તેને હાઇકોર્ટમાં ચેલેન્જ કરવા પડ્યા હોય.
ADVERTISEMENT
Gujarat Board: ધો.10-12ના વિદ્યાર્થીઓના કામની વાત, સ્કૂલના LC પર શિક્ષણ બોર્ડનો મોટો આદેશ
GPSC ની પાદર્શકતા પર મોટો સવાલ
હાલમાં GPSC જાહેરાત ક્રમાંક 47 કે જેની પ્રિલિમ પરીક્ષા 7 જાન્યુઆરી 2024 ના રોજ લેવામાં આવી હતી, ક્લાસ વન- ટુની આ પરીક્ષાની ફાઇનલ આન્સર કી થોડા દિવસ પહેલા જ જાહેર કરવામાં આવી હતી. જેમાં નવ સવાલો રદ્દ કરાયા છે અને 22 જવાબો ફાઈનલ આન્સર કીમાં સુધારી દેવાયા છે.
સૌથી વધુ ફેરફાર ચાલુ વર્ષમાં આ પરીક્ષામાં થયા
આ સિવાય આ વર્ષમાં સૌથી વધુ ફેરફાર જાહેરાત ક્રમાંક 42માં થયો કે જે ડેપ્યુટી સેક્શન ઓફિસર અને મામલતદાર માટે લેવામાં આવી હતી. આ ભરતીમાં આઠ સવાલો રદ્દ કરાયા અને 18 જવાબોમાં સુધારો થયો હતો. જોકે, હજુ પણ આ ભરતીમાં જવાબ સુધારાને લઈને ઉમેદવારોએ અરજી કરી છે અને કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ પાંચથી છ પ્રશ્નોમાં સુધારો આવી શકે છે. હવે સવાલ તો એ ઊભો થાય છે કે આટઆટલા મોટા સુધારા બાદ પણ GPSC જેવી બોડીએ સુધારોની જરૂર પડે તો તેની પારદર્શકતાને લઈને સવાલો ઊભા થવા ચોક્કસ વાત છે.
SPIPA Admission: UPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉત્તમ તક, SPIPA દ્વારા કરાઇ મહત્વની જાહેરાત
107 પ્રશ્નો રદ્દ કરાયા અને 280 સુધારાઓ
આ તો ફક્ત બે પરીક્ષા છે જેના પરથી આપણે સમજી શકીએ છે, આના સિવાય પણ વર્ષ 2021-22, વર્ષ 22-23 અને ચાલુ વર્ષે લેવાયેલી પરીક્ષાઓમાંથી 20 જેટલી પ્રિલિમ પરીક્ષાઓમાં અનેક ભૂલ સુધારણાઓ જોવા મળ્યા છે. જેને લઈ GPSCમાં ચાલતી પ્રક્રિયાઓ વિવાદમાં આવી છે. ઉમેદવારો સંસ્થાની ગંભીરતાની સામે સવાલ કરી રહ્યા છે, જેમાં સોશિયલ મિડિયાના પ્લેટફોર્મથી લઈને વિવાદાસ્પદ ભરતીઓ સામે હાઈકોર્ટ સુધી થયેલી પિટિશનો ફાઇલ કરવામાં આવે છે.
20 જેટલી પ્રિલિમ પરીક્ષાની વાત કરવામાં આવે તો 107 પ્રશ્નો રદ્દ કરાયા અને 280 સુધારાઓ સામે આવ્યા છે. આ સિવાય મુખ્ય પરીક્ષા ઉપર પણ પ્રશ્નો ઊભા થયા છે અને ઉમેદવારોએ તે મામલો હાઇકોર્ટ સુધી પહોંચાડ્યો છે. ઉમેદવારોના પેપર ચેકિંગ મામલે GPSC અને ઉમેદવારો વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT