CBSE ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, બોર્ડની પરીક્ષામાં થશે બદલાવ

CBSE Board Exams Two Times in a Year: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં વર્ષમાં બે વાર CBSE બોર્ડની પરીક્ષાઓ લેવા માટેના નિયમને અંતિમ રૂપ આપશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓને ફાઈનલ રિઝલ્ટ માટે બે બોર્ડ પરીક્ષાઓમાંથી એક બેસ્ટ સ્કોર પંસદ કરવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે.

CBSE Board Exams

CBSE બોર્ડની પરીક્ષાના નિયમ બદલાશે!

follow google news

CBSE Board Exams Two Times in a Year: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં વર્ષમાં બે વાર CBSE બોર્ડની પરીક્ષાઓ લેવા માટેના નિયમને અંતિમ રૂપ આપશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓને ફાઈનલ રિઝલ્ટ માટે બે બોર્ડ પરીક્ષાઓમાંથી એક બેસ્ટ સ્કોર પંસદ કરવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે. 

CBSEએ તૈયાર કર્યો એક પ્રસ્તાવ 

શાળાકીય શિક્ષણ માટે તૈયાર કરાયેલ નેશનલ કરિકુલમ ફ્રેમવર્ક (National Curriculum Framework-NCF)માં વિદ્યાર્થીઓના તણાવને ઘટાડવા માટે એક વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા યોજવાની ભલામણ કરવામાં આવી છે. NCFની માર્ગદર્શિકાના આધારે CBSEએ એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. સૂત્રોનું કહેવું છે કે CBSEના પ્રસ્તાવ પર કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય વિચાર કરી રહ્યું છે. ટૂંક સમયમાં શિક્ષણ મંત્રાલયની હાયર ઓર્થોરિટી CBSEના પ્રસ્તાવના દરેક મુદ્દા પર ચર્ચા કરશે અને CBSE પ્રસ્તાવના તમામ પાસાઓને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સમક્ષ રાખવામાં આવશે.

શિક્ષણ મંત્રાલય દરેક પાસાઓને જોશો

સૂત્રો જણાવે છે કે, શિક્ષણ મંત્રાલય બે વખત બોર્ડ પરીક્ષાના દરેક પાસાઓને જોશે.  બે વખત બોર્ડની પરીક્ષાની સિસ્ટમ કયારથી લાગુ થઈ શકે છે, પરીક્ષાનો સમય કેવો હશે, બીજી બોર્ડની પરીક્ષા માટે અરજી ક્યારે શરૂ થશે, આ તમામ મુદ્દા મહત્વના બની રહેશે.

વિદ્યાર્થીઓને મળશે 2 વખત પરીક્ષા આપવાની તક

કહેવામાં આવી રહ્યું છે કે, આ અંગે ટૂંક સમયમાં જ CBSEની હાઈ લેવલ બેઠક યોજાશે. સૂત્રોનું કહેવું છે કે જ્યાં સુધી વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાના ટાઈમિંગની વાત છે તો પહેલી પરીક્ષા તો ફેબ્રુઆરીમાં જ શરૂ થવાની શક્યતા વધારે છે. ત્યારપછી જ્યારે પ્રથમ પરીક્ષાનું પરિણામ જાહેર થશે, ત્યારે બીજી પરીક્ષામાં બેસવા માંગતા વિદ્યાર્થીઓ માટે એપ્લિકેશન વિંડો શરૂ થશે. વિદ્યાર્થીઓને વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપવાનો વિકલ્પ મળશે અને તેઓ બંને પરીક્ષામાંથી બેસ્ટ સ્કોર પસંદ કરી શકશે.

પરીક્ષાનો તણાવ ઘટાડવાની જરૂર

NCFમાં આ ભલામણ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ પર પરીક્ષાનો તણાવ ઘટાડવાની જરૂર છે. આ માટે બોર્ડની પરીક્ષાઓથી લઈને  સ્પર્ધાત્મક પરીક્ષાઓની પેટર્નમાં ફેરફાર પણ જોવા જોઈએ. જેવી રીતે JEE મેઈનની પરીક્ષા એક વર્ષમાં બે વખત લેવામાં આવે છે અને બેસ્ટ સ્કોર ધરાવતા વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવે છે. એવી જ રીતે બોર્ડની પરીક્ષાઓ પણ થઈ શકે છે.

    follow whatsapp