Budget 2024: પહેલીવાર નોકરી કરનારા યુવાઓ માટે ખુશખબરી, બજેટમાં કરાઈ મોટી જાહેરાત

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટને લઈને અત્યારથી જ અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. ત્યારે નાણામંત્રીએ યુવાઓ માટે મોટી જાહેરાત કરી છે.

બજેટ 2024માં યુવાઓને શું મળ્યું?

Budget 2024

follow google news

Budget 2024 : મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટને લઈને અત્યારથી જ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. સામાન્ય માણસને આ બજેટ પાસેથી ઘણી મોટી અપેક્ષાઓ છે. ત્યારે નાણામંત્રીએ યુવાઓ માટે મોટી જાહેરાત કરી છે. EPFO હેઠળ યુવાઓને રોજગારનો લાભ મળશે.    

7મી વખત નાણામંત્રીએ રજૂ કર્યું બજેટ

કેન્દ્રીય નાણાં મંત્રી  નિર્મલા સીતારમણ બુધવારે સંસદમાં સંપૂર્ણ બજેટ રજૂ કરી રહ્યાં છે. મોદી 3.0નું આ પહેલું બજેટ છે, જ્યારે નિર્મલા સીતારમણનું આ સતત સાતમું બજેટ છે. ત્યારે  નાણામંત્રીએ યુવાનો માટે 15000 ડીબીટી યોજના રજૂ કરી.

 

યુવાઓ માટે ખોલી તિજોરી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે યુવાનો માટે સરકારની તિજોરી ખોલી. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં 4.1 કરોડ યુવાનો પર ધ્યાન કેન્દ્રિત રહેશ, આ માટે 5 યોજનાઓ શરૂ કરવામાં આવશે. મોદી સરકાર આ પાંચ યોજનાઓ પર 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ બજેટમાં રોજગાર, કૌશલ્ય વિકાસ, MSME અને મધ્યમ વર્ગ પર ફોકસ કરવામાં આવશે.

2 લાખ કરોડનો કરાશે ખર્ચઃ નાણામંત્રી 

નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું કે, મને 2 લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય અવસરોની સુવિધા માટે 5 યોજનાઓ અને પહેલોના પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં મને આનંદ થાય છે. આ વર્ષે અમે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

જાણો બજેટમાં યુવાઓ માટે શું છે ખાસ?

સરકારે શિક્ષણ અને કૌશલ્ય વધારવા માટે 4.8 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. એક કરોડ યુવાનોને 500 ટોપ કંપનીઓમાં ઈન્ટર્નશિપ કરાવવામાં આવશે, જેના માટે તમામ યુવાઓને 5000 રૂપિયા આપવામાં આવશે. પહેલીવાર નોકરી કરનારા યુવાઓને એક્સટ્રા પીએફ પણ મળશે. વિદ્યાર્થીઓને મોડલ સ્કીલ લોન મળશે. પહેલીવાર EPFO ​​સાથે રજિસ્ટ્રેશન કરનાર યુવાઓને ત્રણ હપ્તામાં 15,000 રૂપિયાની સહાય મળશે. એટલે કે પહેલી જોબ પર 15 હજાર રૂપિયા EPFO અકાઉન્ટમાં મળશે.

ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયાની લોન

 

સરકારે કોઈ પણ સરકારી યોજનાઓનો લાભ ન મેળવી શકતા યુવાનો માટે ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયાની લોન આપવાની જાહેરાત, આ માટે દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને ઈ-વાઉચર આપવામાં આવશે

 

    follow whatsapp