Agniveer Reservations: અગ્નિવીરો માટે સરકારની મોટી જાહેરાત, CISF-BSFમાં મળશે આરક્ષણ

Gujarat Tak

24 Jul 2024 (अपडेटेड: Jul 24 2024 5:51 PM)

Agniveer Reservation: BSF-CISFમાં અગ્નિવીરો 10% આરક્ષણ આપવાના નિર્ણયને મંજૂરી મળી ગઈ છે. અર્ધલશ્કરી દળો બીએસએફ અને સીઆઈએસએફમાં થતી ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવામાં આવશે.

Agniveer Reservation

Agniveer Reservation

follow google news

Agniveer Reservation: BSF-CISFમાં અગ્નિવીરો 10% આરક્ષણ આપવાના નિર્ણયને મંજૂરી મળી ગઈ છે. અર્ધલશ્કરી દળો બીએસએફ અને સીઆઈએસએફમાં થતી ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવામાં આવશે. ગૃહ મંત્રાલયે બુધવારે આ મોટો નિર્ણય લીધો છે. 

વય મર્યાદામાં પણ અપાશે છૂટ

BSFના પ્રવક્તાએ કહ્યું કે અગ્નિવીર 4 વર્ષની મહેનત કરીને તૈયાર થાય છે. તેમને સેનામાં લેવાથી અમને એવું લાગે છે જેમ કે કોઈ તૈયાર સૈનિક અમને મળી રહ્યા હોય. અગ્નિવીર યોજનાનો લાભ તમામ દળોને મળશે. થોડી ટ્રેનિંગ બાદ જ તેમને મોરચા પર તૈનાત કરી શકાય છે. BSFએ કહ્યું કે અમે અગ્નિવીર માટે 10 ટકા આરક્ષણ આપીશું અને તેમને વય મર્યાદામાં પણ છૂટ આપવામાં આવશે. તેમણે કહ્યું કે અમે તો અગ્નિવીરોની રાહ જોઈ રહ્યા છીએ. 


CISF પણ અગ્નિવીરોને મળશે ફાયદો

અગ્નિવીરોની પ્રથમ બેચને 5 વર્ષની છૂટછાટ વયમાં મળશે. ત્યારપછીની બેચોને 3 વર્ષની છૂટ આપવામાં આવશે. બીએસએફની જેમ CISF પણ ફોર્સમાં ભૂતપૂર્વ અગ્નિવીરોની નિમણૂક કરવા તૈયાર છે. અર્ધલશ્કરી દળોના મહાનિર્દેશકે કહ્યું કે, તેમને કોન્સ્ટેબલના પદ પર નિમણૂકમાં 10% અનામત (આરક્ષણ), વય મર્યાદામાં છૂટછાટ અને શારીરિક કાર્યક્ષમતા કસોટીમાં છૂટછાટ મળશે. આ ઉપરાંત CAPF અને આસામ રાઈફલ્સમાં પણ 10 ટકા આરક્ષણ મળશે.  

વિપક્ષ કરી રહ્યો છે આ માંગ

આપને જણાવી દઈએ કે, ગૃહ મંત્રાલય દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે વિપક્ષ તરફથી સતત અગ્નિવીર ભરતી યોજનીને પાછી ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. 

    follow whatsapp