Bank Jobs: બેંક ઓફ બરોડામાં ગ્રેજ્યુએટ યુવાઓ માટે બહાર પડી ભરતી, જાણો અરજી પ્રક્રિયા અને પગાર

Bank Of Baroda Job Recruitment: બેંકમાં સરકારી નોકરી કરવાનું સપનું જોતા ઉમેદવારો માટે સારી ખબર આવી છે. બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવી છે.

Bank Jobs

Bank Jobs

follow google news

Bank Of Baroda Job Recruitment: બેંકમાં સરકારી નોકરી કરવાનું સપનું જોતા ઉમેદવારો માટે સારી ખબર આવી છે. બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ખાલી જગ્યા માટે આ ભરતી બહાર પડી છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 મે 2024 છે. ખાસ વાત એ છે કે 1 પોસ્ટ માટે ખાલી પડેલી આ ભરતી માટે અરજી માત્ર ઓફલાઈન મોડમાં જ કરી શકાશે. 

ઓફિસ આસિસ્ટન્ટ માટે કઈ શૈક્ષણિક લાયકાત જોઈશે?

  • બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ પરની ભરતી માટે BSW/BA/B.Com સહિતમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. 
  • જે ઉમેદવારને એકાઉન્ટિંગનું સામાન્ય જ્ઞાન હોય તેમને પ્રાથમિકતા અપાશે.
  • ગુજરાતી ભાષામાં લખવા અને બોલવામાં પકડ હોવી જોઈએ અને હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં પણ સક્ષમ હોવા જોઈએ. 
  • ઈન્ટરનેટ, ટેલી અને એમ.એસ ઓફિસના ઉપયોગમાં નિપુણ હોવા જોઈએ.
  • ગુજરાતીમાં ટાઈપિંગ આવડતું હોવું જોઈએ અને અંગ્રેજી ભાષામાં ટાઈપિંગને અગ્રતા અપાશે.

ઉંમર મર્યાદા અને ફોર્મ ભરવાની પ્રક્રિયા

આ પોસ્ટ માટે ઉંમર મર્યાદા 22થી 40 વર્ષ સુધીની રાખવામાં આવી છે. ભરતી માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારે એનેક્જર-Cનું ફોર્મ ભરવાનું રહેશે અને ભરીને બનાસકાંઠામાં બેંક ઓફ બરોડાની રીઝનલ ઓફિસમાં હાર્ડ કોપીમાં આપવાનું રહેશે. 

ઓફિસ આસિસ્ટન્ટ ભરતીનું નોટિફિકેશન અને ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

પગાર અને સિલેક્શન પ્રક્રિયા

BOBમાં ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે પસંદગી પામેલા ઉમેદવારને મહિને 14000નો પગાર આપવામાં આવશે. ઉપરાંત 500થી 1000 સુધીનું ફિક્સ ટ્રાવેલ એલાઉન્ટ આપવામાં આવશે. આ ભરતી 12 મહિનાના કોન્ટ્રાક્ટ પર કરવામાં આવી રહી છે અને કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાનો નિર્ણય ઉમેદવારના પ્રદર્શનને આધારિત છે. ઉમેદવારની પસંદગી બે તબક્કામાં કરાશે. પહેલા સામાન્ય જ્ઞાન અને કોમ્પ્યુટરની યોગ્યતા ચકાસતી લેખિત પરીક્ષા લેવામાં આવશે. તેમાં પાસ થનારા ઉમેદવારોની ઈન્ટરવ્યૂના આધારે પસંદગી કરવામાં આવશે.

 

    follow whatsapp