Ahmedabad School News: રાજ્યમાં આગામી 13મી જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. જોકે સ્કૂલો શરૂ થાય તેના બે દિવસ પહેલા જ વાલીઓને મોટો ઝટકો લાગ્યો છે. બાળકોને સ્કૂલે મૂકવા જતી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરવાનો નિર્ણય સ્કૂલ વર્ધી એસોસિએશનની કારોબારી બેઠકમાં દ્વારા લેવામાં આવ્યો છે. આ બેઠકમાં નિર્ણય બાદ સ્કૂલ વાન અને રીક્ષાના ભાડામાં 20 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સ્કૂલ વર્ધીના ભાડામાં કેટલો વધારો?
રાજ્યમાં આગામી 13મી જૂનથી ઉનાળું વેકેશન બાદ સ્કૂલો શરૂ થઈ રહી છે. આ વચ્ચે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષાના ભાડામાં વધારો કરાયો છે. સ્કૂલ વાન વર્ધીના અત્યાર સુધી 1 કિલોમીટર દીઠ 1000 વસૂલવામાં આવતા હતા જે હવે વધારા બાદ 1200 રૂપિયા ચૂકવવા પડશે. સ્કૂલ વાનના ભાડામાં કિલોમીટરના 200 અને રીક્ષામાં કિલોમીટરના 100 રૂપિયાનો ભાડા વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: IBPS RRB Recruitment 2024: સરકારી બેંકમાં નીકળી 10 હજાર બમ્પર ભરતી, આજે જ ભરો PO અને ક્લાર્કના ફોર્મ
3 વર્ષે વધ્યા સ્કૂલ વાહનના ભાડા
આ અંગે સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી વર્ધીના ભાડામાં વધારો કર્યો નથી. પરંતુ આ વર્ષે પાસિંગ સહિતના ખર્ચ વધ્યા છે અને મોંઘવારી પણ વધી છે. જેને ધ્યાનમાં રાખીને ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.
ભાવ વધારા બાદ વાલીઓએ કેટલી રકમ ચૂકવવી પડશે?
ખાસ છે કે આ વર્ષે RTO રજિસ્ટ્રેશન, ફિટનેશન પાસિંગનો 50 હજાર સુધીનો બોજો આવતા ભાવ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લે 2021 માં સ્કૂલ વર્ધી એસોસિએશને ભાવ વધારો કર્યો હતો. ભાવ વધારા બાદ રિક્ષામાં એક કિમી સુધીનું ભાડું પ્રતિ મહિને 650 થી વધારી 750 કરાયું છે. જ્યારે 2 કિમીનું ભાડું 750થી વધારીને 850 કરવામાં આવ્યું છે. રિક્ષામાં 5 કિલોમીટરના 1050 થી વધારી 1150 કરવામાં આવ્યું છે. જ્યારે વાનમાં પ્રતિ મહિને 1000 થી વધારી 1200 રૂપિયા કારાયા છે. તો 5 કિમીના 1800 થી વધારી 2000 કરવામાં આવ્યા છે. નવો ભાવ વધારો નવા શૈક્ષણિક સત્રથી લાગુ થશે.
ADVERTISEMENT