After 12th science courses list: ગુજરાતમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાના પરિણામ (gujarat board 12th result 2024) જાહેર થઈ ગયા છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે, તો સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે હવે આગળની કારકિર્દી કેવી રીતે આગળ વધારી શકાય તે અંગે થોડું માર્ગદર્શન મેળવીશું. આપેલ માહિતી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી કારકિર્દી માર્ગદર્શન પુસ્તિકાના આધારે આપવામા આવી રહી છે. 12 સાયન્સમાં ગ્રુપ-એ, ગ્રુપ-બી તથા ગ્રુપ-એબી સાથે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તમે અહીં જણાવેલા કોર્સ પસંદ કરી શકો છો.
ADVERTISEMENT
ધોરણ 12 બાદ કેટલા રસ્તાઓ
ધોરણ 12 બાદ વિવિધ પ્રવેશ કસોટીઓ જેવી કે, પ્રિ-વેટરનરી, IIT JEE(A), મેડિકલ ક્ષેત્રે પ્રવેશ આપતી અન્ય સંસ્થાની પ્રવેશ કસોટીઓના મેરિટના આધારે પ્રવેશ મળે છે. 12 સાયન્સ બાદ તમે ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિકલ/પેરામેડિકલ, આર્કિટેક્ટ, નર્સિંગ, કૃષિક્ષેત્ર, શિક્ષણક્ષેત્ર અને અન્ય કોર્સ પસંદ કરી શકો છો.
Gujarat Board Topper Dhruv Raval: રીક્ષા ચાલકનો દીકરો જિલ્લામાં ટોપર, જુઓ કયા વિષયમાં કેટલા માર્ક્સ
ગ્રુપ : A માટે અભ્યાસક્રમો
B. Tech (એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ)
B. Tech (રીન્યુએબલ એનર્જી & એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ)
B. Tech (ડેરી ટેક્નોલૉજી)
B. Tech (ફૂડ ટેક્નોલૉજી)
B. Tech (એગ્રીકલ્ચરલ ઇન્ફર્મેશન ટેક્નોલૉજી)
એન્જિનિયરિંગમાં કારકિર્દી બનવાની સુંદર તક
12 સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, અંગ્રેજી સાથે પાસ ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. રાજ્યમાં આવેલી વિવિધ એન્જિનિયરિંગ કોલેજમાં જૂદા જૂદા વિષયોમાં એન્જિનિયરિંગ ડિગ્રી પ્રાપ્ત થાય છે. એન્જિનિયરિંગ વિષયોમાં
સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, બાયોમેડિકલ, ફાયર ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇન્સ્ટ્રૂમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ, ટેક્સટાઇલ ટેક્નોલોજી, એનવાર્યમેન્ટ, કોમ્પ્યૂટર મેટલર્જી ઇરિગેશન એન્ડ વોટર મેનેજમેન્ટ, મેકાટ્રોનિક્સ, એરોનોટિક્સ, રબ્બર ટેક્નોલોજી, પ્લાસ્ટિક ટેક્નોલોજી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઓટોમોબાઇલ, એન્જિનિયરિંગ, પ્રોડક્શન, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ.
રાજ્યની ઇજનેરી/ફાર્મસી તથા SVIT સુરત, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ ટેક્નોલોજી, ગાંધીનગર, પંડિત દિનદયાળ યુનિવર્સિટીમાં ચાર વર્ષનો બીટેક પ્રોગ્રામ ઇન પેટ્રોલિયમ એન્જિનિયરિંગ અથવા પાંચ વર્ષનો ડબલ ડિગ્રી એમટેક પ્રોગ્રામ જેવા કે, પેટ્રોલિયમ એન્જિનિયરિંગ, ન્યુક્લિયર એન્જિનિયરિંગ, સોલર એન્જિનિયરિંગ તથા મોડલિંગ એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટીના અભ્યાસક્રમો, પ્રવેશ માટે ઓલ ઇન્ડિયા લેવલની JEE(M)ના જે તે વર્ષના સ્કોરને આધરે કોમન પ્રવેશ મળે છે.
આર્કિટેક્ચર ક્ષેત્રે આગળ વધવા શું કરવું?
બેચલર ઓફ આર્કિટેકચર (B.Arch),
બેચલર ઓફઈન્ટિરીયર ડિઝાઈન (BID)
બેચલર ઓફ કન્સ્ટ્રક્શન ટેક્નોલૉજી (B.C.T),
બેચલર ઓફ આર્કિટેકચર & ઈન્ટિરિયર ડિઝાઈન (B.Arch & I.D)
શિક્ષણ ક્ષેત્રે શું જઈ શકાય?
ધોરણ – ૧૨ સાયન્સમાં ઉત્તિર્ણ થયા બાદ પ્રાથમિક વિભાગમાં શિક્ષક બનવા માટે પી.ટી.સી.(ડિપ્લોમા ઈન એલિમેટરી એજ્યુકેશન – D.El.Ed) તથા સી.પી.એડ નો કોર્સ ઉપલબ્ધ છે.
આ સિવાય ડિફેન્સ ક્ષેત્રે આગળ વધવા માટે પણ ઘણા બધા સ્કોપ મળી રહે છે.
ગ્રુપ : B માટે અભ્યાસક્રમો
મેડિકલ માટે સપનું જોઈ રહેલા વિધાર્થીઓ
ધોરણ 12 સાયન્સની પરીક્ષામાન્ય બોર્ડમાંથી ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયોમાં ઉચ્ચગુણાંકન સાથે ઉત્તિર્ણ થયેલા અને NEET (UG) પરીક્ષા ક્વાલિફાઈંગ કરેલ ઉમેદવારોને ઓલ ઈન્ડિયા રેન્ક આધારિત મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી શકે છે.
મેડિકલ ક્ષેત્રના કોર્ષ
MBBS: બેચલર ઓફ મેડિ સીન એન્ડ સર્જરી
BDS : બેચલર ઓફ ડેન્ટલ સર્જરી
BAMS : બેચલર ઓફ આર્યુર્વેદિ ક મેડિ સીનએન્ડ સર્જરી
BHMS : બેચલર ઓફ હોમિ યોપેથીકમેડિ સીન એન્ડ સર્જરી
ફાર્મસી અભ્યાસક્રમો
બેચલર ઓફ ફાર્મસી (B.Pharm)
ડિપ્લોમાઇન ફાર્મસી (D.Pharm)
ફાર્મસીના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે પ્રવેશ વર્ષના શૈક્ષણિક વર્ષ દરમ્યાન GUJ - CAT પરીક્ષા આપેલી હોવી જોઈએ.
આ સિવાય અન્ય વિકલ્પો
B.Sc.(ઓનર્સ) એગ્રીકલ્ચર
B.Sc.(ઓનર્સ) હોર્ટીકલ્ચર
B.Sc.(ઓનર્સ) ફોરેસ્ટ્રી
B.Sc.(ઓનર્સ) હોમ સાયન્સ
B.Sc. ફિશરિશ સાયન્સ
B.Sc. ફૂડ ક્વાલિટી ઈન્સ્યોરન્સ
B.Sc. બાયો કેમેસ્ટ્રી
B.Sc. માઈક્રો બાયોલોજી
ADVERTISEMENT