Vadodara News: વડોદરામાં મોડી રાત્રે ફરી એકવાર કોમી છમકલું થયું હતું. ઈન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરતા યુવક વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે પોલીસ સ્ટેશન બહાર લોકો એકઠા થયા હતા. જોકે આ દરમિયાન જ 150 જેટલા લોકોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જોકે પોલીસે તરત જ ટોળાને કાબૂમાં લઈને મામલો થાળે પાડ્યો હતો. સાથે જ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: Breaking News: કેડિલાના CMDને ક્લિન ચીટ! રાજીવ મોદી સામે થયેલ કથિત દુષ્કર્મ કેસમાં પુરાવા ન મળ્યા
ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટથી હોબાળો
વિગતો મુજબ, વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા અર્જુન પટેલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાની દુકાનમાંથી ઈન્સ્ટાગ્રામમાં લાઈવ થયા હતા ત્યારે શાહિદ નામના યુવકે ધાર્મિક લાગણી દુભાય તેવા ફોટો સાથે કોમેન્ટ કરી હતી. જે બાદ અર્જુન પટેલે ઈન્સ્ટા આઈડીની તપાસ કરતા શાહીદ પાદરામાં રહેતો હોવાની જાણ થઈ હતી. અર્જુન પટેલે તેને ફોન કર્યો તેણે ઉપાડ્યો નહોતો. બાદમાં હિન્દુ સંગઠનના કાર્યકરોએ તેના ઘરે તપાસ કરતા તે ત્યાં પણ નહોતો. બાદમાં શાહીદે ફોન પર અર્જુન પટેલને અપશબ્દો કહીને દાદાગીરી કરી હતી. જે બાદ તેમણે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: Ambani પરિવારના ઘરે હરખના તેડા! અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં આવશે 'મોંઘેરા મહેમાનો'
ટોળાનો પોલીસ સ્ટેશન બહાર પથ્થરમારો
મોડી રાત્રે હિન્દુ સંગઠનો નવાપુરા પોલીસ સ્ટેશન બહાર જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને આરોપી શાહીદ પકડાય નહીં ત્યાં સુધી ત્યાંથી ન જવાની જીદ પકડી હતી. જોકે અચાનક મોટી સંખ્યામાં 150 જેટલા લોકોનું ટોળું ત્યાં આવ્યું હતું અને પોલીસ સ્ટેશન બહાર ન્યાયની માંગ સાથે એકઠા થયેલા લોકો પર પથ્થરમારો કર્યો હતો. ઘટનાને લઈને પોલીસે એક્શનમાં આવીને ટોળાને વિખેરી નાખ્યું હતું. જોકે કેટલાક લોકો પથ્થરમારાની ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ મામલે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
ADVERTISEMENT