Vadodara News: વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ એક મુસ્લિમ મહિલાને મકાન ફાળવવા સામે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે. વડોદરાના હરણી વિસ્તારમાં મોટનાથ રેસીડેન્સી બનાવવામાં આવી હતી. અહીં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 461 મકાનો બનાવવામાં આવ્યા હતા. અને છેલ્લા 6-7 વર્ષથી અહીં લોકો રહે છે.
ADVERTISEMENT
મુસ્લિમ મહિલાને ફ્લેટ અપાતા હોબાળો
અહેવાલ મુજબ, 2017માં એક મુસ્લિમ મહિલાને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ હરણીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની મોટનાથ રેસિડેન્સીમાં એક ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો. મહિલા ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસ મંત્રાલયમાં નોકરી કરે છે. જોકે તે ત્યાં જાય તે પહેલા જ આ રેસીડેન્સીના રહીશોએ જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓને લેખિત ફરિયાદ મોકલી હતી. જેમાં ત્યાં એક મુસ્લિમના રહેવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર રેસીડેન્સીમાં તે એકમાત્ર મુસ્લિમ છે જેને ઘર ફાળવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ઓપરેશન 'આરોહી' બચાવોઃ અમરેલીના સુરગપરામાં દોઢ વર્ષની બાળકી બોરમાં પડી, સાંસદ-ધારાસભ્ય મદદે પહોંચ્યા
સ્થાનિકોએ CMને પત્ર લખ્યો
આ મુદ્દે તાજેતરનાં 10 જૂને રહીશોએ વિરોધ કર્યો હતો. 44 વર્ષીય મુસ્લિમ મહિલાએ કહ્યું કે વિરોધ 2020માં શરૂ થયો હતો. જ્યારે સ્થાનિક લોકોએ સીએમઓને પત્ર લખીને તેમના મકાનની ફાળવણી રદ કરવાની માંગ કરી હતી. જો કે, ત્યારબાદ હરણી પોલીસે તમામ સંબંધિત પક્ષકારોના નિવેદનો નોંધીને કેસ બંધ કરી દીધો હતો.
સ્થાનિક અતુલ ગામેચીનું કહેવું છે કે, ગુજરાત સરકારે અહીં અશાંત ધારો લાગું કર્યો છે. આથી હિન્દુ કોલોનીમાં કોઈ મુસ્લિમને ઘર ન આપી શકે. છતાં સરકારી અધિકારીઓએ આ નિયમનું પાલન ન કર્યું અને મુસ્લિમને મકાન આપ્યું. અમે આ ફાળવણી રદ થાય તેની માંગ કરીએ છીએ. જો તંત્ર કોઈ પગલાં નહીં લે તો અમે સાંસદ અને સત્તાધિકારીઓના ઘરની બહાર વિરોધ કરીશું.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશને શું કહ્યું?
જોકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ આરોપોને એમ કહીને ફગાવી દીધા છે કે ડ્રોમાં મકાનની ફાળવણી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો તે પહેલા થઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ કહ્યું, સ્કીમ માટે ડ્રોની પ્રક્રિયા 2017માં હાથ ધરવામાં આવી હતી. અરજી કરવા માટે બધા યોગ્યતા ધરાવે છે અને મુસ્લિમ મહિલાને ડ્રોમાં ઘરની ફાળવણી કરવામાં આવી. એકવાર મંજૂર થઈ ગયા પછી આવી ફાળવણીને કાયદાકીય રીતે કેન્સલ કરી શકાતી નથી.
ADVERTISEMENT