Vadodara News: વડોદરામાં પોલીસે દારૂ સંતાડવાની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાસ કર્યો છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં DJ સ્પીકરમાં છુપાવેલો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે બુટલેગર તથા તેના સાગરિતો સામે ગુનો નોંધીને મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: VIDEO: ખીચોખીચ ભરેલી ટ્રેનમાં સીટ માટે PM મોદી લગાવતા હતા જુગાડ, ખુદ જણાવ્યો કિસ્સો
DJ સંચાલકના ઘરે પોલીસના દરોડા
વિગતો મુજબ, શહેરના ફતેગંજ વિસ્તારમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમિયા અજમાવી રહ્યા છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કેટલાક બુટલેગરો દ્વારા DJના સ્પીકરમાં દારૂ છુપાવીને હેરાફેરી કરવામાં આવી રહી છે. જે બાદ પોલીસે બાતમીના આધારે ફતેગંજ વિસ્તારમાં DJ સંચાલક પ્રદીપ ઉર્ફે પિન્ટુના ઘરે જઈને તપાસ કરી હતી.
આ પણ વાંચો: Surat: AAPના કોર્પોરેટર જીતુ કાછડીયાના બંગલામાં લાગી ભીષણ આગ, દાઝી જતાં 17 વર્ષીય પુત્રનું મોત
ઘરમાંથી દારૂનો જથ્થો મળ્યો
પોલીસ તપાસમાં DJ સ્પીકરને ખોલતા જ અંદરથી જુદી જુદી બ્રાન્ડની દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આટલું જ નહીં ઘરમાં તપાસ કરતા અંદરથી પોલીસને એક ભોંયરું મળ્યું હતું, જેમાં પણ દારૂનો જથ્થો છુપાવેલો હતો. આમ પોલીસને પિન્ટુના ત્યાં દરોડામાં 6.36 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ બુટલેગર તથા તેને મદદ કરનારા તેના સાગરિતો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો અને તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ADVERTISEMENT