Vadodara Accident: વડોદરા નજીક આવેલા કોટંબી પાસે પિક-અપ વાનનો અકસ્માત થયો હતો. પેસેન્જરો લઈને જતી પીક-અપ વાન પાણી ભરેલા નાળામાં પડતા 4 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ જતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ ટાયર ફાટવાના કારણે અકસ્માત થયાનો અંદાજ છે.
ADVERTISEMENT
ટાયર ફાટકા કેનાલમાં પડી પિકઅપ વાન
વિગતો મુજબ, વડોદરા નજીક કોટંબી પાસે આવેલા ક્રિકેટ સ્ટેડીયમ પાસેથી પિક-અપ પસાર થઈ રહી હતી. વાહનમાં 12 જેટલા લોકો બેઠા હતા અને ઝાલોદથી વડોદરા જઈ રહ્યા હતા. અચાનક પિકઅપ વાનનું ટાયર ફાટી જવાથી અકસ્માત સર્જાયો હતો. અચાનક ટાયર ફાટતા પિકઅપ વાને પલટી મારી હતી અને સીધી રોડની બાજુમાં આવેલા પાણી ભરેલા નાળામાં પડી હતી. દુર્ઘટનામાં બે નાના બાળકો અને બે પુરુષોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
8 લોકોને હોસ્પિટલમાં ખસેડાયા
અકસ્માતની જાણ થતા જ 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને 8 જેટલા ઈજાગ્રસ્તોને લઈને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જો ફાયરની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
ADVERTISEMENT