Vadodara News: પાદરામાં ઓનેરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટ, 3 કર્મચારીઓના મોત

વડોદરામાં પાદરામાં  આવેલી ઓનેરા લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટની ઘટના. કંપનીમાં બ્લાસ્ટ થતા 3 કર્મચારીઓના મોત થઈ ગયા જ્યારે 1 કર્મચારી ઈજાગ્રસ્ત છે. ઘટનાની જાણકારી મળતા જ…

vadodara company blast

vadodara company blast

follow google news
  • વડોદરામાં પાદરામાં  આવેલી ઓનેરા લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટની ઘટના.
  • કંપનીમાં બ્લાસ્ટ થતા 3 કર્મચારીઓના મોત થઈ ગયા જ્યારે 1 કર્મચારી ઈજાગ્રસ્ત છે.
  • ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર અને પોલીસ સ્થળ પર દોડી ગયા હતા.

Vadodara News: વડોદરાના પાદરામાં આવેલી ઓનેરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. કંપનીમાં બ્લાસ્ટની આ ઘટના બનતા પ્લાન્ટમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

બ્લાસ્ટની ઘટનામાં 3 કર્મચારીના મોત

વડોદરાના પાદરામાં એકલબારા ગામ પાસે આવેલી ઓનેરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની હતી. બ્લાસ્ટની ઘટનામાં 3 લોકોના મોત થયા હતા. તમામ મૃતકોને હાલમાં પોસ્ટમોર્ટમ માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણેય મૃતક કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બ્લાસ્ટની ઘટના કેવી રીતે બની તે બાબતે તપાસ હાથ ધરી હતી.

 

    follow whatsapp