Vadodara News: ભાજપને ભરતી મેળો ભારે પડ્યો! સાવલીના નારાજ MLA એ જણાવ્યું રાજીનામું આપવાનું કારણ

Gujarat Loksabha Elections: ગુજરાતના રાજકારણમાં આજે સવારે એક ખબરે રાજકીય ભૂકંપ સર્જ્યો હતો. એક તરફ ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે તો બીજી તરફ વડોદરા સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભાજપની આ ભરતી મેળાની મોસમમાં આંતરિક વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુલદીપસિંહ રાહુલજીને લોકસભાની જવાબદારી સોંપાતા સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે.

Gujarat Loksabha Elections

કેતન ઈનામદારનો મોટો આરોપ

follow google news

Gujarat Loksabha Elections: ગુજરાતના રાજકારણમાં આજે સવારે એક ખબરે રાજકીય ભૂકંપ સર્જ્યો હતો. એક તરફ ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે તો બીજી તરફ વડોદરા સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભાજપની આ ભરતી મેળાની મોસમમાં આંતરિક વિવાદ ઊભો થયો છે.  કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુલદીપસિંહ રાહુલજીને લોકસભાની જવાબદારી સોંપાતા સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે. રાજીનામાં બાદ  કેતન ઈનામદારે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે નિવેદન આપતા કહ્યું કે,  પક્ષમાં માન-સન્માન ન જળવતા આ નિર્ણય લીધો છે. કુલદીપસિંહ રાઉલજી ભાજપમાં આવતાં કેતન ઈનામદાર નારાજ થયા છે. 

શા માટે અચાનક કેતન ઇનામદારે આપ્યું રાજીનામું 

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ કુલદીપસિંહ રાઉલજીને ડભોઇ વિધાનસભાની જવાબદારી સોંપાઈ હતી. તો ધારાસભ્ય શૈલેષ મહેતાને વાઘોડિયાની જવાબદારી સોંપાઈ છે. કેતન ઇનામદારના રાજીનામાં પાછળ આ જવાબદારી કારણભૂત હોઈ શકે છે. તો બીજી તરફ કેતન ઇનામદારનું શક્તિ પ્રદર્શન થતું જોવા મળી રહ્યું છે. રાજીનામાંની ખબર બાદ કેતન ઇનામદારના ઘરે કાર્યકરોનો જમાવડો થયો છે. મોટી સંખ્યામાં કાર્યકરો કેતન ઈનામદારના ઘરે પહોંચી રહ્યાં છે. ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા કેતન ઇનામદારને મનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તે પોતાનું રાજીનામું પાછું ખેંચીલે. પરંતુ મીડિયા સાથેની વાતચીતમાં હાલ એવું દેખાઈ રહ્યું છે કે કેતન ઇનામદાર પોતાની વાત પર અડગ છે.

કેતન ઈનામદારનો મોટો આરોપ 

રાજીનામાં પર કેતન ઈનામદારનું કહેવું છે કે, પક્ષમાં નાના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી રહી છે. તમામ જગ્યાએ રજૂઆત છતાં હજુ સુધી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી.છેલ્લા 11 વર્ષ 3 મહિનાથી સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. મે અગાઉ પણ કહ્યું હતું કે તમામનું માન જાળવો. આ કેતન ઈનામદારનો અવાજ નથી આ ભાજપ ના પ્રત્યેક કાર્યકર્તાનો અવાજ છે. નવા લોકોના આવવાથી જૂના કાર્યકર્તાની અવગણના ન થવી જોઇએ. પોતાના માન સન્માન ના ભોગે કોઈ પણ વસ્તુ ચલાવવામાં આવશે નહીં.

    follow whatsapp