Vadodara News: દીકરીએ ભાગીને પ્રેમ લગ્ન કરી લેતા માતા-પિતાએ બેસણું રાખ્યું, માથે મુંડન પણ કરાવ્યું

Vadodara News: વડોદરામાં એક યુવતીએ તેના માતા-પિતા વિરુદ્ધ જઈને પ્રેમલગ્ન કરી લીધા હતા. આનાથી ગુસ્સે થઈને પિતાએ સમાજના લોકોને ભેગા કરીને બેસણું બોલાવી અને મુંડન…

gujarattak
follow google news

Vadodara News: વડોદરામાં એક યુવતીએ તેના માતા-પિતા વિરુદ્ધ જઈને પ્રેમલગ્ન કરી લીધા હતા. આનાથી ગુસ્સે થઈને પિતાએ સમાજના લોકોને ભેગા કરીને બેસણું બોલાવી અને મુંડન કરાવી લીધું. આ ઘટના લીલોરા ગામમાં બની હતી. આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દીકરીના લગ્નથી પિતા નારાજ હતા કારણ કે તેણે બીજી જ્ઞાતિના યુવક સાથે લગ્ન કર્યા હતા. પુત્રીને એક યુવક સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ ચાલતા હતા.

લગ્ન કરી પિતાને ફોનથી દીકરીએ જાણ કરી

વાઘોડિયા તાલુકાના નાના ગામ લીલોરામાં રહેતા હસમુખભાઈ વાળંદની મોટી દીકરી અર્પિતા બી.કોમ.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે. 12 ઓક્ટોબરે અર્પિતાએ તે જ ગામના ઋત્વિક ભાલિયા નામના યુવક સાથે તેના માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા અને આ માહિતી અર્પિતાના પિતાને 22 ઓક્ટોબરે મોબાઈલ મેસેજ દ્વારા આપવામાં આવી હતી.

પિતાએ ઘરમાં બેસણું રાખ્યું

પુત્રીએ મરજી વિરુદ્ધ લગ્ન કર્યા બાદ માતા-પિતા તૂટી પડ્યા હતા. જે બાદ તેમણે મોટું પગલું ભર્યું અને પોતાની પુત્રીને મૃત જાહેર કરી અને શોક સભા બોલાવી. તેઓએ તેમની પુત્રીના નામની આગળ ‘સ્વર્ગીય’ લખેલું બેનર છાપ્યું અને પિતાએ પણ માથે મુંડન કરાવ્યું. તેમણે સમાજને એમ પણ કહ્યું કે, હવે તેને તેની પુત્રી સાથે કોઈ લેવાદેવા નથી અને તેની વહાલી પુત્રી તેમના માટે હંમેશ માટે મરી ગઈ છે.

દીકરીના નામની આગળ સ્વર્ગીય લખેલું બેનર છપાવ્યું

તમને જણાવી દઈએ કે, કોઈ પણ વ્યક્તિ માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ લવ મેરેજ કરી શકે નહીં તેવો કાયદો લાવવાની ગુજરાત સરકારે તૈયારી વાત કરી હતી. પરંતુ હજુ સુધી આ કાયદો આવ્યો નથી. હસમુખભાઈ વાળંદ માંગ કરી રહ્યા છે કે આ કાયદાનો સત્વરે અમલ કરવામાં આવે જેથી કોઈ દીકરી આવું પગલું ન ભરે. દીકરીના લવ મેરેજથી માતા-પિતા એટલા નાખુશ છે કે તેઓ બરાબર ખાઈ પણ શકતા નથી.

(દિગ્વિજય પાઠક, વડોદરા)

    follow whatsapp