વડોદરા: ગુજરાતમાં ઓનલાઈન છેતરપિંડીના નવા કેસો સામે આવી રહ્યા છે. હવે ઓનલાઈન છેતરપિંડીનો એક નવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા સિનિયર એક્ઝિક્યુટિવ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. શરૂઆતમાં તેને પ્રતિ લાઈક 100 રૂપિયાની લાલચ આપવામાં આવી હતી.
ADVERTISEMENT
વાસ્તવમાં, વડોદરાના રહેવાસી પ્રકાશ સાવંતે સાયબર ક્રાઈમ પોલીસમાં છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. તેણે જણાવ્યું કે તેની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્ચ મહિનામાં સાવંતને ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પર એક મહિલાનો મેસેજ આવ્યો જેણે પોતાની ઓળખ દિવ્યા તરીકે આપી હતી.
દિવ્યાએ યુવકને પાર્ટ ટાઈમ નોકરીની ઓફર આપી. જેમાં તેણે જણાવ્યું કે, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનું કામ કરવાનું રહેશે. જેમાં તેને જણાવ્યું કે, તમે સારી એવી કમાણી કરી શકો છો. યુવકે જણાવ્યું કે, તેને ઈન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટીની પોસ્ટને લાઈક અન એકાઉન્ટ સબ્સ્ક્રાઈમ કરવાનું રહેશે.
1 લાઈક માટે 100 રૂપિયા
દિવ્યાએ યુવકને કહ્યું કે દરેક ટાસ્કમાં બે લાઈક્સ કરવાના હશે અને તેના બદલામાં 200 રૂપિયા આપવામાં આવશે. મતલબ કે એક લાઈક પર 100 રૂપિયાનુ પેમેન્ટ મળશે. સાથે જ લાલચ આપી કે તે રોજના 1 હજાર રૂપિયાથી લઈને 15 હજાર રૂપિયા કમાઈ શકે છે.
છેતરપિંડી ફરી શરૂ થઈ
આ પછી, દિવ્યાએ પીડિત સાથે ઇન્સ્ટાગ્રામ લિંક શેર કરી અને તેને ફોલો કરવા કહ્યું, પછી સ્ક્રીનશોટ લે અને કાર્ય પૂર્ણ થયા પછી તેને મોકલી દે. આ પછી, યુવકને એક ગ્રુપમાં જોડવામાં આવ્યો હતો અને ઘણી લિંક્સ શેર કરવામાં આવી હતી.
200 રૂપિયામાં વિશ્વાસ જીત્યો
સ્કેમર્સે સાવંતનો વિશ્વાસ જીતવા માટે પહેલા રૂ. 200 આપ્યા હતા. આ પછી સાવંતને આ કામમાં થોડો વિશ્વાસ આવ્યો. આ પછી, તેનો અન્ય મહિલા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો જેણે પોતાનું નામ લકી જણાવ્યું અને સાવંતને એક ઓનલાઈન ગ્રૂપમાં સામેલ કર્યો. આ ગ્રૂપમાં રોજના 25 ટાસ્ક આપવામાં આવતા હતા, ત્યારબાદ તેમને યુટ્યુબ વીડિયો લાઈક કરવાનું કહેવામાં આવ્યું હતું, જેના થોડા સમય બાદ જ સાવંતની પત્નીના ખાતામાં 500 રૂપિયા મળ્યા હતા.
મોટો લોભ આપ્યો અને પ્રીપેડ પ્લાન બતાવ્યો
આ પછી સાવંતને વધુ કમાણી માટે પ્રીપેડ પ્લાન વિશે જણાવવામાં આવ્યું, જેમાં તેણે થોડા રૂપિયા જમા કરાવવા માટે કહેવામાં આવ્યું. સાવંતે પહેલા 1000 રૂપિયા મૂક્યા, ત્યારબાદ તેને 1300 રૂપિયા મળ્યા. આ પછી, 10,000 રૂપિયા ચૂકવ્યા પછી, તેને 12,350 રૂપિયાનું વળતર મળ્યું. આવી સ્થિતિમાં સાવંતને ખાતરી થઈ ગઈ કે આ કામ યોગ્ય છે. આ પછી તેણે 11.27 લાખ રૂપિયાનું પેમેન્ટ કર્યું.
11.27 લાખની માંગણી કરી હતી
11.27 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ સાવંત પાસે વધારાના 11.27 લાખ રૂપિયા માંગ્યા. સ્કેમર્સે કહ્યું કે 45 લાખ રૂપિયા મેળવવા માટે નવું ટ્રાન્ઝેક્શન કરવું પડશે. સાવંતે કહ્યું કે હવે તેની પાસે રૂપિયા નથી. આવી સ્થિતિમાં, તેના લગભગ 12 લાખ રૂપિયા ઓનલાઈન છેતરપિંડીમાં ડૂબી ગયા. ત્યારબાદ તે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગયો અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી.
ADVERTISEMENT