વડોદરા રેલવે સ્ટેશને પત્નીને મૂકવા ગયેલા વ્યક્તિ પોતે ટ્રેનમાં લોક થયા, મજબૂરીમાં સુરત સુધી મુસાફરી કરવી પડી

Vadodara News: વડોદરા રેલવે સ્ટેશન પર પત્નીને મૂકવા માટે ગયેલા વ્યક્તિ વંદે ભારત ટ્રેનમાં ફસાઈ ગયા. અચાનક દરવાજા બંધ થઈને ટ્રેન ચાલવા લાગતા છેક સુરત સુધી મુસાફરી કરવી પડી.

Vadodara News

Vadodara News

follow google news

Vadodara Vande Bharat Train: જ્યારે ઘરેથી કોઈ ટ્રેનમાં શહેરની બહાર જાય ત્યારે ઘણીવાર પરિજનો તેમને સ્ટેશન પર મૂકવા જતા હોય છે. જેથી સામાન લાવવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. પરંતુ કેટલીકવાર લોકો તેમનો સામાન સેટ કરવા માટે મુસાફરો સાથે થોડીવાર માટે ટ્રેનમાં ચઢી જાય છે, અને કેટલીકવાર ટ્રેન ચાલવા લાગે છે અને ઉતાવળમાં ઉતરવું પડે છે. આવી ભૂલ વડોદરામાં એક વ્યક્તિને મોંઘી પડી ગઈ.

આ પણ વાંચો: Police Recruitment 2024: PSI અને LRDની 12472 જગ્યાઓ માટે ફોર્મ ભરવાનું શરૂ, જાણો ક્યાંથી કરી શકાશે અરજી

પત્નીને મૂકવા જતા ટ્રેનના દરવાજા બંધ થઈ ગયા

કોશા નામની છોકરીએ તેના માતા-પિતા સાથે થયેલી આવી ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું કે, તેની માતાને પહેલીવાર વંદે ભારત ટ્રેનમાં વડોદરાથી મુંબઈ જવાનું થયું હતું. જ્યારે કોશાના પિતા તેની માતાનો સામાન લઈને ટ્રેનમાં ચઢીને સામાન સેટ કરાવી રહ્યા હતા, ત્યારે તેમને ખબર પડી કે ટ્રેનનો ઓટોમેટિક દરવાજો લોક થઈ ગયો છે, અને ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. જ્યારે તેમણે TC સાથે આ અંગે વાત કરી તો તેણે કહ્યું કે હવે મોડું થઈ ગયું છે અને ટ્રેનની સ્પીડ વધી ગઈ છે તેથી કંઈ થઈ શકે તેમ નથી.

😂 pic.twitter.com/fPqw5etmS0

— Kosha (@imkosha) April 2, 2024

વડોદરાથી સુરત સુધી મુસાફરી કરવી પડી

પરિણામ એ આવ્યું કે કોશાના પિતાએ મુંબઈ જતી ટ્રેનમાં આગલા સ્ટેશન સુરત સુધી મુસાફરી કરવી પડી. કોશાએ તેના પિતાના મેસેજનો સ્ક્રીનશોટ વોટ્સએપ ગ્રુપ પર શેર કર્યો. જેમાં તે તેમની પત્ની સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. જેમાં લખ્યું હતું – વંદે ભારત અને શતાબ્દી યાત્રા એક જ દિવસમાં.

આ પણ વાંચો: IPL 2024: 'હું ઈચ્છું કે Virat kohli...' ત્રણ મેચમાં હાર બાદ AB de Villiers એ RCB ટીમને આપી સલાહ

પુત્રીની પોસ્ટ વાઈરલ થઈ

જ્યારે કોશાની આ પોસ્ટ વાઈરલ થઈ ત્યારે લોકોએ તેના પર કમેન્ટ કરવાનું શરૂ કર્યું. ઘણા લોકોએ તેને કપલની રોમેન્ટિક સફર ગણાવી અને ઘણાએ કહ્યું કે આ ઉંમરે આટલું સાહસ કરવું અદ્ભુત છે.

    follow whatsapp