વડોદરાના નવલખી મેદાનમાં ગરબા ગ્રાઉન્ડના લાઈટ ટાવર પર યુવકે ફાંસો ખાધો

Vadodara News: વડોદરામાં નવલખી મેદાનના ગરબા ગ્રાઉન્ડ પર અજાણ્યા યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ગ્રાઉન્ડ પર બનાવેલા લાઈટના ટાવર પર યુવકે…

gujarattak
follow google news

Vadodara News: વડોદરામાં નવલખી મેદાનના ગરબા ગ્રાઉન્ડ પર અજાણ્યા યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ગ્રાઉન્ડ પર બનાવેલા લાઈટના ટાવર પર યુવકે ફાંસો ખાઈ લીધો. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચીને 20 ફૂટ ઊંચેથી યુવકનો મૃતદેહ નીચે ઉતાર્યો હતો.

મોર્નિંગ વોક માટે આવતા લોકોએ લાશ જોઈ

એકબાજુ ગુજરાતમાં હાલ નવરાત્રીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે વડોદરાના નવલખી મેદાનમાં ગરબા ગ્રાઉન્ડ પર આપઘાતનો બનાવ સામે આવ્યો છે. મેદાનમાં બનેલા વીજ ટાવર પર એક અજાણ્યો યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા લોકો જોઈ ગયા હતા. જે બાદ તેમણે ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી.

પોલીસે તપાસ શરૂ કરી

ફાયરની ટીમે મેદાન પર પહોંચીને ટાવર પરથી યુવકના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. ખાસ છે કે નવલખી મેદાનમાં રાત્રે ગરબા રમાતા હોય છે. આ બાદ મેદાનમાં ગાર્ડ કે મંડપવાળા હોતા નથી. ત્યારે સવારે યુવકની લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

    follow whatsapp