Vadodara Crime News: વડોદરામાં મહિલાની હત્યાની એક હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી અને બાદમાં તેને હાથ અને પગ બાંધીને નિર્વસ્ત્ર હાલતમાં ગામમાં આવેલી તલાવડીની ગટરમાં વહાવી દીધી. બંને મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતા. જોકે ઘણા સમયથી યુવકને મહિલાના પરપુરુષ સાથે આડાસંબંધ હોવાની શંકા હતી, આ જ શંકામાં તેણે મહિલાની ઘાતકી હત્યા કરી નાખી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.
ADVERTISEMENT
ગટરમાંથી મળી હતી મહિલાની લાશ
વિગતો મુજબ, વડોદરાના પાદરામાં આવેલા કરખડી ગામની સીમમાં આવેલી તલાવડીમાં વહેતા કેમિકલયુક્ત પાણીની ગટરમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. આથી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી હતી અને મહિલાની ઓળખ માટે તપાસ હાથ ધરી હતી. સ્થાનિક લોકોની મદદથી પોલીસે મહિલાની લાશ બહાર કઢાવી ત્યારે સૌ કોઈ ચોંકી ગયા. મહિલાની લાશ અર્ધનગ્ન હાલતમાં હતી અને તેના હાથ કપડાંથી બાંધેલા હતા.
મૈત્રી કરારમાં સાથે રહેતા પતિએ કરી હત્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં આ લાશ કરખડી ગામમાં જ વણકરવાસમાં રહેતા દક્ષાબહેન નામની મહિલાની હોવાનું સામે આવ્યું હતું. દક્ષાબહેનના પતિ નટુ સોલંકીએ મોડી રાત્રે હથિયારના તિક્ષ્ણ ઘા મારીને તેમની હત્યા કરીને લાશને બાંધીને ગામની સીમમાં આવેલી તલાવડીની કેમિકલયુક્ત ગટરમાં ફેંકી દીધી હતી.
2014થી બંને સાથે રહેતા હતા
ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, મૃતક દક્ષાબહેનની હત્યા તેના પતિ નટુ સોલંકીએ કરી હતી અને બાદમાં લાશ ફેંકી દીધી હતી. પતિને પત્ની ઉપર આડાસંબંધ હોવાની શંકા હતી. આથી તેણે પત્નીની હત્યા કરી હતી. દક્ષાબહેનના છૂટાછેડા થયેલા હતા અને તે 2014થી હિરા સોલંકી સાથે મૈત્રી કરાર કરીને રહેતા હતા. જોકે બંને વચ્ચ ઝઘડા વધી જતા પતિએ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી અને બાદમાં પુરાવાનો નાશ કરવા માટે ગટરમાં લાશને ફેંકી દીધી હતી.
ADVERTISEMENT