Vadodara News : વડોદરામાં એકદમ કરૂણ ઘટના સામે આવી છે. ફરી એકવાર બોરવેલમાં બાળકી ગરકાવ થઇ ગઇ હોવાની ચોંકાવનારી ઘટના બની છે. વડોદરાના છાણી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પાસેના બોરવેલમાં બાળકી થઇ ગઇ હતી.આ બાળકી રમતા-રમતા 10 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઇ હતી. પરિવારે બાળકી ન દેખાતા તેની શોધખોટ કરી હતી દરમિયાન આ બાળકી ખાડામાં હોવાનું સામે આવ્યું ત્યારબાદ તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ADVERTISEMENT
બાળકીનું દિલ ધડક રેસ્ક્યૂ
આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીનું રેસ્ક્યૂ કર્યું હતું. 20 મિનિટની જહેમત બાદ આ બાળકીને બહાર કાઢવામાં આવી હતી. જે બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન જ તેનું મોત નિપજ્યું છે.
પોલીસ જમીન માલિકની કરી ઘરપકડ
જમીન માલિકે કન્સ્ટ્રક્શન સાઈટ ગેરબંધારણીય રીતે અનેક જગ્યાએ ખાડા ખોદયા હતા.જેને પગલે પોલીસ દ્વારા આ મામલાની એક્શન લેવામાં આવી છે અને પોલીસે જાતે ફરિયાદી બનીને જમીન માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી અને તેની ઘરપકડ કરી છે. ગેરબંધારણીય કન્સ્ટ્રક્શન સાઈટમાં ખાડા ખોદયા હોવાને કારણે આજે એક મસૂમે જીવ ગુમાવ્યો છે. એક બાળકીનું કરૂણ મોત બાદ તંત્ર જાગ્યું અને જમીન માલિક સામે ફરિયાદ નોંધી એક્શન લીધી છે.
ADVERTISEMENT