Vadodara News: સ્કૂલે જતા બાળકો નાની ઉંમરમાં ક્યારેક મોટી ભૂલ કરી બેસતા હોય છે, જેનો પસ્તાવો તેમને બાદમાં થતો હોય છે. વડોદરામાં સ્કૂલે જતી છોકરી રોમિયો સાથે ફરવા નીકળી જતા પરિવાર ચિંતામાં મૂકાયો હતો. જોકે કલાકો બાદ વિદ્યાર્થિની સ્કૂલના ગેટ પર પાછી મળતા દીકરીને હેમખેમ જોઈને આખરે પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. પૂછવા પર દીકરી યુવક સાથે ફરવા ગઈ હોવાનો ખુલાસો થતા મા-બાપ ચોંકી ગયા હતા.
ADVERTISEMENT
સ્કૂલે જવા નીકળેલી સગીરા ફરવા જતી રહી
વિગતો મુજબ, અમદાવાદનો પરિવાર 7 મહિના પહેલા વડોદરા રહેવા આવ્યો હતો. વડોદરાના માણેજાની 15 વર્ષની વિદ્યાર્થિની પોતાના ભાઈ સાથે સવારે શાળાએ જવા માટે નીકળી હતી. જોકે સગીરાની માતાને સ્કૂલમાંથી ફોન આવ્યો કે તેમની દીકરી આજે સ્કૂલે નથી આવી. આથી માતા-પિતાએ સગીરાની શોધખોળ શરૂ કરી જોકે તે ક્યાંય મળી નહીં. બાદમાં સ્કૂલ છૂટવાના સમયે તે શાળાના દરવાજા નજીક ઊભેલી દેખાઈ હતી.
5 વર્ષથી યુવકના સંપર્કમાં હતી સગીરા
બાદમાં સગીરાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, તે અમદાવાદ ખાતે રહેતા કિરણ ઠાકુર નામના મિત્ર સાથે ડાકોર ફરવા ગઈ હતી. સગીરાનો પરિવાર અમદાવાદમાં હતો ત્યારે કિરણ ઠાકુર તેની શાળામાં વેન ડ્રાઈવર હતો અને આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ અને 5 વર્ષથી બંને સંપર્કમાં હતા. ઉપરાંત અગાઉ પણ સગીરા બે વખત તેની સાથે ફરવા માટે ઘરેથી નીકળી ગઈ હતી.
ADVERTISEMENT