Vadodara Crime News: વડોદરામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. યુવકનો મિત્ર જ તેને રોજ 'તારી કોઈ ગર્લફ્રેન્ડ થતી નથી' કહ્યા કરતો હતો. આથી ઈર્ષામાં આવેલા સગીરે ગુસ્સામાં તેના જ મિત્રની છરીના ઘા મારીને હત્યા કરી નાખી. ઘટના અંગે પોલીસ તપાસ હાથ ધરી હતી અને બે સગીર આરોપીઓની અટકાયત કરી લીધી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ પર અમિત શાહ શું બોલ્યા? પહેલીવાર આપી પ્રતિક્રિયા
મળવા બોલાવીને કરી મિત્રની હત્યા
વિગતો મુજબ, વડોદરાના ગોત્રી વિસ્તારમાં 19 વર્ષના એક યુવકને તેના જ બે સગીર મિત્રોએ ફોન કરીને દિવાળીપુરા ગાર્ડન પાસે બોલાવ્યો હતો. આ બાદ બંને સગીરોએ તેને અન્ય સ્થળ બેસવા લઈ ગયા હતા. દિવાળીપુર કોર્ટની સામે આવેલી સોસાયટી પાસે યુવકને લઈ જઈને એક સગીરે તેનું ગળુ પકડી રાખ્યું અને બીજાએ તેને છરીના ઘા મારી દીધા હતા. હુમલા બાદ યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: MS Dhoni ને T20 વર્લ્ડકપ રમવા માટે મનાવશે BCCI? જુઓ રોહિત શર્માએ શું જવાબ આપ્યો
બંને સગીરની પોલીસે કરી અટકાયત
યુવક પર હુમલાની જાણ થતા જ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. આ બાદ થોડા કલાકોમાં જ બંને સગીરની અટકાયત કરી લીધી હતી. બંને સગીરોએ ધો.12ની પરીક્ષા આપી હતી. અકોટા પોલીસે આ સમગ્ર મામલે સગીરની અટકાયત કરીને વધુ તપાસ આદરી છે.
ADVERTISEMENT