Vadodara News: નકલી CMO ઓફિસર વિરાજ પટેલે પોલીસને પણ ચકમો આપ્યો, કોર્ટમાંથી ફરાર થઈ ગયો

Vadodara News: વડોદરામાં નકલી CMO અધિકારી બનીને રોફ મારીને મોડલ પર દુષ્કર્મ આચરનાર આરોપી વિરાજ પટેલે હવે પોલીસને પણ ચકમો આપ્યો છે અને કોર્ટમાંથી ફરાર…

gujarattak
follow google news

Vadodara News: વડોદરામાં નકલી CMO અધિકારી બનીને રોફ મારીને મોડલ પર દુષ્કર્મ આચરનાર આરોપી વિરાજ પટેલે હવે પોલીસને પણ ચકમો આપ્યો છે અને કોર્ટમાંથી ફરાર થઈ ગયો છે. આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા બે પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ કમિશનરે તપાસમાં આદેશ આપ્યા છે.

દુષ્કર્મ-છેતરપિંડીનો આરોપી વિરાજ પટેલ

વિગતો મુજબ, ગત એપ્રિલમાં મહાઠગ વિરાજ પટેલને છેતરપિંડી અને દુષ્કર્મ કેસમાં તથા CMO અધિકારી તરીકે ઓળખ આપવા બદલ ધરપકડ કરીને જેલ હવાલે કરાયો હતો. વડોદરાની મધ્યસ્થ જેલમાં તે બંધ હતો અને શુક્રવારે તેને સુનાવણી માટે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. દરમિયાન વિરાજ પટેલ એક હેડ કોન્સ્ટેબલને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. જે મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.

બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા

પોલીસ કર્મચારીઓ હોવા છતાં આરોપી વિરાજ પટેલ ત્યાંથી ફરાર થઈ જતા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે તપાસના આદેશ આપ્યા છે અને PSI એન.એ પાટીલ તથા કોન્સ્ટેબલ હિતેન્દ્રને સસ્પેન્ડ કરી દીધા છે.

    follow whatsapp