વડોદરા: વડોદરામાં કરજણના કંબોલી નજીત બુલેટ ટ્રેન પોજેક્ટ અંતર્ગત બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે આ દરમિયાન અચાનક એક ક્રેન તૂટી પડી હતી, જેમાં ક્રેનની નીચે 5થી વધારે શ્રમિકો દટાઈ ગયા છે. જેમાં સ્થળ પર જ એક શ્રમિકનું મોત નિપજ્યું હતું. હાલમાં રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે.
ADVERTISEMENT
L&T કંપની બ્રિજ બનાવવાની કામગીરી કરી રહી છે
વિગતો મુજબ, કરજણના કંબોલી પાસે હાઈ સ્પીડ પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. L&T કંપની બ્રિજ બનાવવાની કામગીરી કરી રહી છે. તે દરમિયાન અચાનક ક્રેન તૂટી પડી હતી. જેમાં ત્યાં કામ કરી રહેલા કેટલાક શ્રમિકો નીચે દબાઈ ગયા હતા. હાલમાં મજૂરોના રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે અને હજુ પણ કેટલાક મજૂરો કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા છે.
ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યું દીધું હતું. તો ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે, તાજેતરમાં મહારાષ્ટ્રના થાણેમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. જેમાં બ્રિજની કામગીરી વખતે 100 ફૂટ ઊંચેથી ક્રેન તૂટી પડતા 20 શ્રમિકોના મોત થયા હતા. ત્યારે વડોદરામાં વધુ એક આ પ્રકારની ઘટનામાં શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે.
(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક)
ADVERTISEMENT