Vadodara News: વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા અને વોર્ડ નંબર 18ના ભાજપના પ્રમુખ પાર્થ પટેલનો મહી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા જ ભાજપના દંડક શૈલેષ પાટીલ સહિત કાર્યકર્તાઓ અને ભાજપના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સમગ્ર મામલે હાલ તો પાર્થ પટેલે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: કોંગ્રેસના ધુરંધરોએ ધડાધડ ચૂંટણી લડવાથી હાથ ઊંચા કર્યા, શું ખરેખર ચૂંટણી લડવી નથી કે પછી પત્તા કપાયા?
ભાજપના વોર્ડ પ્રમુખની નદીમાંથી લાશ મળી
વિગતો મુજબ, વડોદરામાં વોર્ડ નંબર 18ના ભાજપના પ્રમુખ પાર્થ પટેલના કેટલાક સમયથી પરિવારમાં આંતરિક ઝઘડા ચાલી રહ્યા હતા. જેના કારણે કંટાળીને તેઓ ઘરેથી બહાર જતા રહ્યા હતા. આજે સવારે મહી નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને નદીના કિનારેથી ટુ-વ્હીલર પણ મળી આવ્યું હતું.
આ પણ વાંચો: IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની વધી મુશ્કેલી, ટીમમાંથી બહાર થશે આ સ્ટાર ખેલાડી!
કૌટુંબિક ઝઘડામાં આપઘાતની આશંકા
મહીસાગર નદીમાંથી સવારે એક અજાણ્યો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે આંકલાવ પોલીસે તપાસ કરતા મૃતક વ્યક્તિ પાર્થ પટેલ હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે મૃતકના પરિજનોને જાણ કરી હતી. જે બાદ કોર્પોરેશનના દંડક અને ટેકેદારો તથા કાર્યકરો આંકલાવ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પ્રાથમિક તપાસમાં કૌટુંબિક ઝઘડો આપઘાતનું કારણ હોવાનું સામે આવ્યું હતું. પાર્થ પટેલના નિધનથી ભાજપના કાર્યકર્તાઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
ADVERTISEMENT