Vadodara News: વડોદરાના પાદરામાં રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો, 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત

Vadodara News: અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ આજે યોજાઈ ગયો. જેને લઈને ગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ છે. ગામે ગામ ભગવાન રામની શોભાયાત્રા…

gujarattak
follow google news

Vadodara News: અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ આજે યોજાઈ ગયો. જેને લઈને ગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ છે. ગામે ગામ ભગવાન રામની શોભાયાત્રા નીકળી રહી છે. આ વચ્ચે વડોદરાના પાદરા તાલુકામાં ભોજ ગામમાં રામજીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની છે. જેમાં 5 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘટનાને લઈને સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ગઈકાલે જ મહેસાણાના ખેરાલુમાં પણ શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની હતી.

પથ્થરમારામાં 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત

વિગતો મુજબ, પાદરાના ભોજ ગામમાં શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી. જેમાં કેટલાક તોફાની તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ પથ્થરમારાની ઘટનામાં 5 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા બંને જૂથોને હાલમાં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રવિવારે ખેરાલુમાં પણ બની હતી આવી ઘટના

આ પહેલા રવિવારે ખેરાલુમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. જેમાં ભગવાન રામની શોભાયાત્રા પર ધાબા પરથી કેટલાક પુરુષો અને મહિલાઓએ પથ્થરમારો કર્યો હતો. સ્થિતિ થાળે પાડવા માટે પોલીસે ટીયરગેસના 10થી વધુ સેલ છોડવા પડ્યા હતા. આ મામલે પોલીસ દ્વારા તોફાની તત્વો સામે કાર્યવાહી કરતા ગુનો નોંધવામાં આવ્યો હતો.

(ઈનપુટ: દિગ્વિજય પાઠક, વડોદરા)

    follow whatsapp