ફરી ચાલુ થઈ સ્માર્ટ મીટરની માથાકુટ! ગોધરામાં 1 લાખ તો વડોદરામાં 54 હજારના બિલ આવતા ગ્રાહકો ચોંક્યા

Vadodara Smart Meter News: વડોદરામાં ફરી એકવાર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. સ્માર્ટ મીટરમાં બેફામ બિલ આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વીજ કંપની દ્વારા બિલને લઈને ટેકનિકલ ક્ષતિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Smart Meter Bill

Smart Meter Bill

follow google news

Vadodara Smart Meter News: વડોદરામાં ફરી એકવાર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. સ્માર્ટ મીટરમાં બેફામ બિલ આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વીજ કંપની દ્વારા બિલને લઈને ટેકનિકલ ક્ષતિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નિઝામપુર વિસ્તારમાં એક સોસાયટીના રહિશોને સ્માર્ટ મીટરમાં 54, 37 હજારનું બિલ બતાવતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

54 હજારનું વિજ બિલ જોઈ ચોંક્યા રહીશો

વડોદરાના નિઝામપુરામાં આવેલા અવનીશ એપાર્ટમેન્ટમાં રહીશોને સ્માર્ટ મીટર લાગ્યા બાદ હેરાન થઈ ગયા છે. એક રહીશને એપ્લિકેશનમાં 54 હજાર રૂપિયાનું બાકી બિલ બતાવતા તેઓ ચોંક્યા હતા. જ્યારે અને સોસાયટીના જ અન્ય એક રહીશનું 37 હજાર રૂપિયાનું અને અન્ય એકનું 26 હજારનું બિલ માઈનસમાં બતાવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. જેને લઈને રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. 

સ્માર્ટ મીટર લાગ્યા પછી બિલ બમણું

સ્થાનિક વ્યક્તિ સજ્જનસિંહ રાઠોડે આ અંગે જણાવ્યું કે, સ્માર્ટ મીટર લાગ્યા પછી બિલ બમણું થઈ ગયું છે. ઘરમાં બે રૂમ-રસોડામાં 21થી 23 યુનિટનો વપરાશ છે. તો આ કઈ રીતે શક્ય બને. મારે રોજના 250 રૂપિયા કપાય છે. તો મહિનાનું કેટલું થાય. તે પ્રમાણે બે મહિનાનું 14000 બિલ થાય તો અમારે ખાવાનું શું? પછી અમારે ઘરને જંગલમાં જતા રહેવું પડે, બીજો કોઈ વિકલ્પ નથી અમારી પાસે. શું કરવાનું હવે. અત્યારે 54,300 બિલ છે, માઈનસમાં છે. સ્માર્ટ મીટરનો વિરોધ નથી, પરંતુ જે રીતે જૂના મીટર ચાલતા હતા તે પ્રમાણે રીડિંગ આવવું જોઈએ. 

ગોધરામાં સ્માર્ટ મીટરનું 1 લાખ બિલ આવ્યું

તો ગોધરામાં લાખો રૂપિયાનું લાઈટ બિલ આવવાની ઘટના સામે આવી છે. એક સ્માર્ટ મીટર ધારકને 1.03 લાખનું વિજ બિલ આવ્યું હતું. જે બાદ ગ્રાહકે MGVCLની કચેરીએ જઈને રજૂઆત કરી હતી. જે બાદ MGVCLએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને સિસ્ટમમાં અપગ્રેડેશન થતું હોવાના કારણે એપ્લિકેશનમાં વધારે બિલ દેખાતું હોવાનું જણાવ્યું હતું. 

    follow whatsapp