Vadodara: પારુલ યુનિવર્સિટી ફરી વિવાદમાં, આફ્રિકન અને ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

Parul University Student Fight: ઈન્ટરનેશનલ એક્સચેન્જ પ્રોગ્રામમાં શામેલ આફ્રિકન વિદ્યાર્થીઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે તેમને ગુજરાતમાં વંશીય ભેદભાવનો સામનો કરવો પડશે. વડોદરામાં આવેલી પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં તેની સાથે ગાળો અને દુર્વ્યવહાર જ નહીં પરંતુ મારપીટ પણ કરવામાં આવી હતી.

પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ઝઘડાની તસવીર

પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ઝઘડાની તસવીર

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારી.

point

આફ્રિકન અને ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતને લઈને મારામારી થઈ.

point

ઘટનાનો વીડિયો વાઈરલ થવા છતા યુનિવર્સિટીનું સમગ્ર મામલે મૌન.

Parul University Student Fight: ઈન્ટરનેશનલ એક્સચેન્જ પ્રોગ્રામમાં શામેલ આફ્રિકન વિદ્યાર્થીઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે તેમને ગુજરાતમાં વંશીય ભેદભાવનો સામનો કરવો પડશે. વડોદરામાં આવેલી પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં તેની સાથે ગાળો અને દુર્વ્યવહાર જ નહીં પરંતુ મારપીટ પણ કરવામાં આવી હતી.

યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

વંશીય ભેદભાવ અને હુમલાની આ ઘટનાએ વિનિમય કાર્યક્રમોમાં ગુજરાત આવતા ખાસ દેશોના વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો કર્યો છે. હોસ્ટેલ પરિસરમાં ઉગ્ર દલીલ અને વંશીય ટીપ્પણી બાદ કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પારુલ યુનિવર્સિટી તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો વીડિયો પણ વાઈરલ થયો હતો. પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં ફૂટેજ ક્યારના છે તેની પુષ્ટિ થઈ શકી નથી. પારુલ યુનિવર્સિટીએ આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન જાહેર ન કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો: 'હું 10 લાખ રૂપિયા ક્યાંથી લાવું, આવી રીતે કોઈને હેરાન ન કરાય', વિરમગામના PSI હિતેન્દ્ર પટેલના ત્રાસથી યુવકનો આપઘાત

આ પહેલીવાર નથી જ્યારે પારુલ યુનિવર્સિટી આ રીતે ચર્ચામાં આવી હોય. થોડા મહિના પહેલા પેપર લીક કાંડને કારણે યુનિવર્સિટી સમાચારમાં આવી હતો, જેમાં એક વિદ્યાર્થી અને ઓફિસ આસિસ્ટન્ટની ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરી 2022 માં, યુનિવર્સિટીએ 40 વિદ્યાર્થીઓને એક મહિના માટે સસ્પેન્ડ કર્યા હતા કારણ કે તેઓએ કેમ્પસમાં COVID-19 ના ફેલાવા અને વધુ ફી વસૂલવા અને ઓનલાઈન વર્ગો ઘટાડવાના યુનિવર્સિટીના આગ્રહ  અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

અગાઉ પણ યુનિવર્સિટી વિવાદમાં આવી હતી

પછી, જૂન 2022 માં, જ્યારે સમગ્ર ગુજરાત કોવિડ 19 ની પકડમાં હતું અને રાજ્યમાં 32,000 થી વધુ સક્રિય કેસ હતા, ત્યારે પારુલ યુનિવર્સિટીએ તેના વિદ્યાર્થીઓને કેમ્પસમાં રહેવાની ફરજ પાડી હતી. 65 થી વધુ વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો હતો પરંતુ મેનેજમેન્ટે જિદ્દથી ઓનલાઈન જવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો: શિક્ષકના સ્વાંગમાં શૈતાન! ગુજરાતમાં 24 કલાકમાં 3 વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોના કુકર્મની ઘટનાઓ સામે આવી

મેનેજમેન્ટની અસંવેદનશીલતાથી નારાજ વિદ્યાર્થીઓએ એક થઈને નિર્ણયનો વિરોધ કર્યો હતો. બદલામાં મેનેજમેન્ટે તેના સુરક્ષા રક્ષકોને વિદ્યાર્થીઓને "સારી માત્રા આપવા" સૂચના આપી. જેના કારણે વિદ્યાર્થીઓ સાથે ગાર્ડની મારામારી થઈ હતી. બીજા દિવસે, વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને ઓનલાઈન મોડમાં લાવવાની માંગ સાથે કેમ્પસમાં ધમાલ મચાવી હતી. કેમ્પસમાંથી બહાર આવતા વિડીયોમાં વિદ્યાર્થીઓ મુખ્ય બિલ્ડીંગની બહાર સુરક્ષા રક્ષકો સાથે અથડામણ કરતા જોવા મળે છે.

યુનિ.ના ફાઉન્ડર દુષ્કર્મના કેસમાં જેલમાં

યુનિવર્સિટીની સ્થાપના જયેશ પટેલે કરી હતી. રાજકીય પક્ષમાં જોડાનાર જયેશ જ્યારે 2016માં વિદ્યાર્થી પર બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યો ત્યારે તે ભાજપમાં હતા. પારુલ યુનિવર્સિટીની નર્સિંગ કૉલેજમાં અભ્યાસ કરતી ગરીબ પરિવારની 21 વર્ષની આ વિદ્યાર્થિનીએ યુનિવર્સિટીના ફાઉન્ડર અને ટ્રસ્ટી જયેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આવી હતી, જેઓ તે સમયે 66 વર્ષના હતા. જયેશ પટેલના વીર્ય અને ડીએનએ પ્રોફાઇલિંગમાં બળાત્કારની પુષ્ટિ કર્યા પછી તેમને બરતરફ કરાયા હતા. બાદમાં ગુજરાત પોલીસે તેની ધરપકડ કરી હતી. 

    follow whatsapp