Lok Sabha Elections 2024: વડોદરા ભાજપમાં જૂથવાદ વકર્યો છે.લોકસભાના નવા ઉમેદવાર ડો હેમાંગ જોશી જાહેર થયા બાદ પણ પક્ષમાં વિરોધનો વંટોળ ઓછો નથી થયો. અગાઉ સાવલીમાં તેઓનો વિરોધ થયો ત્યાર બાદ હવે પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડીયા ભાજપાના સંગઠન સામે આવ્યા છે. તેઓએ સંગઠનને નિષ્ફળ ગણાવ્યું.
ADVERTISEMENT
ભાજપના વધુ એક સિનિયર નેતાનો બળાપો
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા જીતેન્દ્ર સુખડીયાએ બળાપો ઠાલવ્યો હતો. તેઓએ જણાવ્યું કે શહેર ભાજપની સિચ્યુએશન બદલાઈ ગઈ, કોઇ કોઇને પુછનારું નથી. બેનર્સ લગાવનારા જ પાર્ટીનું સંચાલન કરતાં હોય એ ગંભીર બાબત છે. વડોદરા શહેર ભાજપનું સંગઠન નિષ્ફળ નીવડ્યું છે. ભાજપમાં કોઇ જૂથ નથી, પણ વ્યક્તિ મહત્વાકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમી રહ્યા છે. ઉમેદવારના કાર્યક્રમની જાણ અમને કરવામાં આવતી નથી કોમ્યુનિકેશન ગેપ જોવા મળી રહ્યો છે જે સારી બાબત નથી. એમ કહી તેઓએ આડકતરી રીતે સંગઠનના આગેવાનોને આડેહાથ લીધા હતા.
આ પણ વાંચો:- 'ક્ષાત્ર ધર્મ યુગે યુગે', રૂપાલા સામે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં, ઠેર-ઠેર લાગ્યા બેનરો
ક્ષત્રિય સમાજની નારાજગી યથવાત
તો બીજી તરફ ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપ અને ખાસ રૂપાલાની મુશ્કેલી વધારી રહ્યો છે. ધંધુકામાં ક્ષત્રિયોનું મળેલું મહાસંમેલન એ માત્ર સંમેલન નહીં પણ શક્તિ પ્રદર્શન સાબિત થયું. બીજી તરફ એ વાતની ચર્ચાએ જોર પક્ડયુ છે કે ગમે તે થાય પણ ભાજપ રૂપાલાને જ ચૂંટણી લડાવવા મક્કમ છે અને કદાચ એટલા માટે જ પરસોત્તમ રૂપાલાએ ધીમી ગતિએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આમ તો રાજકોટમાં ભાજપને પ્રચારની જરૂર ઓછી પડે છે પણ ઉકળતા ચરુ જેવા વિવાદના કારણે હવે રૂપાલા જેવા નેતાઓએ પણ પ્રચાર કરવાની જરૂર પડી છે. વિવાદના વંટોળ વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે જે ક્ષત્રિયોનો આક્રોષ વધારે તો નવાઈ નહીં...
ADVERTISEMENT