વડોદરાના જાણીતા R.R.કાબેલ ગ્રુપ પર ITનો સકંજો કસાયો; 40થી વધુ સ્થળો પર દરોડા, ડિસ્ટ્રિબ્યુટરને ત્યાં પણ તપાસ

Vadodara News: અમદાવાદના જાણીતા બિલ્ડરોના ગ્રુપો, ફટાકડા અને કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા ગજાના વેપારીઓને ત્યાં મેગા ઓપરેશન હાથ ધર્યા બાદ હવે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા…

gujarattak
follow google news

Vadodara News: અમદાવાદના જાણીતા બિલ્ડરોના ગ્રુપો, ફટાકડા અને કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા ગજાના વેપારીઓને ત્યાં મેગા ઓપરેશન હાથ ધર્યા બાદ હવે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા કેબલ અને વાયરના ધંધા સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે.

અન્ય ઉદ્યોગપતિઓમાં ફેલાયો ફફડાટ

વડોદરામાં આર.આર કાબેલ ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. કંપનીના મલિક, ડાયરેક્ટર અને તેઓના પરિવારજનોના નિવાસ પર દરોડા પાડવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ આવકવેરા વિભાગની ટીમોએ એક સાથે 40થી વધુ સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દરોડામાં મોટાપાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા છે. વડોદરામાં ઈન્કમટેક્સની ટીમો ત્રાટકતા અન્ય ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, જ્વેલર્સ અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

અધિકારીઓ કરી રહ્યા છે તપાસ

આર.આર કાબેલ ગ્રુપના 40થી વધુ સ્થળોએ ઈન્કમટેક્સના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. વડોદરા ઉપરાંત અમદાવાદ, સુરત, સેલવાસ, મુંબઈના 40થી વધુ સ્થળોએ દરોડા પડ્યા છે. કંપનીના ચેરમેન રમેશ કાબરાને ત્યાં આઇટી વિભાગે તપાસ શરૂ કરી છે. તે સિવાય તમામ ડાયરેક્ટરો,ડિસ્ટ્રિબ્યુટરને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, કાબેલ ગ્રુપ કેબલ અને વાયરના ધંધા સાથે સંકળાયેલ છે.

અમદાવાદમાં પડ્યા હતા દરોડા

આ મહિને જ અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગે સુપર ઓપરેશન હાથ ધર્યું હતું. શહેરના બેથી ત્રણ બિલ્ડર ગ્રુપ ઉપર આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા. સાયન્સ સિટી રોડ સહિત અનેક એરિયામાં પ્રોજેક્ટ કરનાર ત્રિકમભાઈ પટેલ, અનિલભાઈ પટેલના નિવાસ સ્થાન, ઓફિસ સહિત બે ડઝન સ્થળોએ ટીમો ત્રાટકી હતી. તો અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ અને શિપરમગ્રુપ સહિત 3 ગ્રુપ પર આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હતી.

    follow whatsapp